BANASKATHA : ખેડૂતોએ 3 લાખ 57 હજાર હેક્ટરમાં વાવેતર કર્યું, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની શક્યતા

|

Jul 20, 2021 | 7:38 PM

બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 3 લાખ 57 હજાર હેક્ટરમાં ખરીફ સીઝનમાં વાવેતર થયું છે. જો વરસાદના આવે તો આ તમામ વાવેતર વિસ્તારમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે.

BANASKATHA : ખેડૂતોએ  3 લાખ 57 હજાર હેક્ટરમાં વાવેતર કર્યું, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની શક્યતા
Farmers planted in 3 lakh 57 thousand hectares

Follow us on

BANASKATHA : જિલ્લામાં સરહદી વિસ્તારથી લઈ પર્વતીય વિસ્તારમાં વરસાદ ઓછો છે. અષાઢી બીજ બાદ ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું. વાવેતર બાદ જે વરસાદ થવો જોઈએ તે થયો નથી. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 3 લાખ 57 હજાર હેક્ટરમાં ખરીફ સીઝનમાં વાવેતર થયું છે. જો વરસાદના આવે તો આ તમામ વાવેતર વિસ્તારમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. એક તરફથી એક વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતો પિયત વિસ્તારમાં પાણીની મુશ્કેલી છે. જ્યારે બીજી તરફ બિનપિયત વિસ્તારમાં વરસાદ વિના વાવેતર કરેલો વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.

બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વાવેતર થઇ ચૂક્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ વધુ દસ દિવસ સુધી વરસાદ ખેંચાય તેમ છતાં ખેતીના પાકોને નુકશાન થઈ શકે તેવી શક્યતા નહીવત છે. પરંતુ જો વરસાદ દસ દિવસથી વધુ ખેંચાણ ખેંચાશે. તો ખેતીના પાકોને મોટું નુકસાન થશે. જિલ્લાના પિયત વિસ્તાર તેમજ બિનપિયત વિસ્તારમાં વરસાદના પાણીની મુશ્કેલી સર્જાઇ રહી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article