AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BANASKATHA : બનાસ ડેરીનું ગ્રામીણ વિસ્તાર સેનેટાઈઝ કરવાનું મહાઅભિયાન, જીલ્લાના તમામ ગામમાં થશે સેનેટાઈઝની કામગીરી

BANASKATHA : કોરોના મહામારી વચ્ચે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ બનાસકાંઠા જીલ્લાના તમામ ગામોને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે. સ્થાનિક દૂધ મંડળીઓ તેમજ લોકો સાથે મળી બનાસ ડેરીના કર્મચારીઓ જિલ્લાના ગામ તેમજ રહેણાક ગ્રામીણ વિસ્તારોને સેનેટાઈઝ કરી રહ્યા છે.

BANASKATHA : બનાસ ડેરીનું ગ્રામીણ વિસ્તાર સેનેટાઈઝ કરવાનું મહાઅભિયાન, જીલ્લાના તમામ ગામમાં થશે સેનેટાઈઝની કામગીરી
બનાસડેરીનું અભિયાન
Kuldeep Parmar
| Edited By: | Updated on: May 08, 2021 | 3:41 PM
Share

BANASKATHA : કોરોના મહામારી વચ્ચે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ બનાસકાંઠા જીલ્લાના તમામ ગામોને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે. સ્થાનિક દૂધ મંડળીઓ તેમજ લોકો સાથે મળી બનાસ ડેરીના કર્મચારીઓ જિલ્લાના ગામ તેમજ રહેણાક ગ્રામીણ વિસ્તારોને સેનેટાઈઝ કરી રહ્યા છે.

રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી બનાસકાંઠા જિલ્લો ધરાવે છે. કોરોનાની બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેના કારણે લોકો પરેશાન છે. આ વચ્ચે જીલ્લાના તમામ ગામો તેમજ જાહેર સ્થળોએ કોરોના સંક્રમણ ઓછું થાય તે માટે બનાસ ડેરીએ ગ્રામીણ વિસ્તારોમાં સેનેટાઈઝ કરવાનું મહાઅભિયાન હાથધર્યું છે. જેમાં ગામડાઓમાં આવેલી દૂધ મંડળીઓના સંચાલકો સાથે મળી બનાસ ડેરી ગ્રામીણ વિસ્તારમાં સેનેટાઈઝ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

કોરોનાની પ્રથમ લહેરમાં પણ બનાસડેરી દ્વારા જિલ્લાના ગામોને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 1600 જેટલા ગામોમાં 27 મેટ્રિક ટન સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્વારા સેનેટાઈઝ કરવાની કામગીરી કરી હતી. બીજી લહેરમાં પણ સંક્રમણ ઓછું થાય તે માટે બનાસ ડેરી સેનેટાઈઝની કામગીરી હાથધરી છે. અત્યાર સુધી જીલ્લાના 300 ગામને સેનેટાઈઝ કરવાની કામગીરી થઈ ચૂકી છે. જ્યારે મોટાભાગના ગામમાં સેનેટાઈઝ મટેરિયલ પોહચી ગયું છે. જ્યાં પણ સેનેટાઈઝ ની કામગીરી કરવામાં આવશે.

આ સમગ્ર સેનેટાઈઝ મહા અભિયાન મામલે બનાસડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે ચેરમેન શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં બનાસડેરીની કોરોના મહામારી વચ્ચે લોકસેવામાં તત્પર છે. બનાસડેરીનું નિયામક મંડળ તેમજ અધિકારીઓ સંકલન કરી જીલ્લાના ગામ સેનેટાઈઝ કરવાના અભિયાનમાં જોડાયા છે. સમગ્ર જીલ્લાના ગ્રામીણ વિસ્તાર સેનેટાઈઝ કરી સંક્રમણ અટકાવવાનો અમારો પ્રયત્ન છે.

g clip-path="url(#clip0_868_265)">