BANASKANTHA : ઘણા દિવસો બાદ આખરે બનાસકાંઠાના દાંતા પંથકમાં મેઘરાજાનું આગમન

Rain In Banaskantha : બનાસકાંઠાના દાંતા પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશાલી જોવા મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 6:59 PM

BANASKANTHA : ગુજરાતમાં સતત જોવાઈ રહેલી વરસાદની રાહ વચ્ચે ઘણા દિવસો બાદ આખરે બનાસકાંઠાના દાંતા પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશાલી જોવા મળી છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહી પડ્યા હતા. નદી-નાળાઓ પણ વરસાદી નીરથી ભરાયા છે. વરસાદને કારણે ખેતરોમાં મૂરઝાતા પાકને જીવતદાન મળ્યું છે. તો ગામડાઓમાં વીજ ધાંધીયા પણ સર્જાયા હતા.

બનાસકાંઠાના દાંતા ઉપરાંત આજે 29 ઓગષ્ટે રવિવારે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં મેઘાની ધમાકેદાર સવારી આવી પહોંચી છે. તેમજ ધોધમાર વરસાદના પગલે અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા અને રસ્તાઓ પર પણ પાણી વહી રહ્યા છે. ભારે વરસાદના પગલે નદી-નાળાઓમાં વરસાદી નીરનું આગમન થયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાટે સારા સમાચાર છે. જેમાં જન્માષ્ટમીથી ગુજરાતમાં મેઘરાજા ફરી પધરામણી કરે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેસરથી રાજ્યમાં સારો વરસાદપડી શકે છે. 31 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી છે. જ્યારે તો 1 સપ્ટેમ્બરે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળે પણ ભારે વરસાદ પડી શકે છે. મેઘરાજા 2 સપ્ટેમ્બરે પણ મનમુકીને વરસે તેવી આગાહી છે.

ગુજરાતમાં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ અત્યાર સુધી 48 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં અત્યાર સુધી માત્ર 41.63 ટકા જ વરસાદ થયો છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં માત્ર 31 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 37 ટકા જ વરસાદ થયો છે.

આ પણ વાંચો : AHMEDABAD : વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસે ગુજરાત ભાજપ 7100 રામમંદિરમાં એક સાથે આરતી કરશે

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">