Banaskantha: રાજ્યમાં પ્રથમવાર કરવામાં આવી તલાટીઓની ઓનલાઈન બદલી

|

Feb 17, 2022 | 6:14 PM

બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન તલાટીના બદલીઓને લઈને હતો. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં હાજર થયા ત્યારે અનેક એવા તલાટી હતા જે પાંચ વર્ષથી વધુ સમયથી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા હતા.

Banaskantha: રાજ્યમાં પ્રથમવાર કરવામાં આવી તલાટીઓની ઓનલાઈન બદલી
Banaskantha: For the first time in the state, online transfers of Talatis have been made

Follow us on

Banaskantha: ગ્રામપંચાયતમાં તલાટી સચિવ તરીકે ફરજ બજાવે છે. તલાટીઓની (Talati) બદલી (Transfer)માટે મોટી ભલામણો કામ કરતી હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં 400 થી વધુ તલાટીઓની બદલી કરવામાં આવી છે તેમાં ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા નિર્વિવાદ બદલી પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

પારદર્શક બદલી માટે ઓનલાઈન વ્યવસ્થા કરાઈ

બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન તલાટીના બદલીઓને લઈને હતો. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં હાજર થયા ત્યારે અનેક એવા તલાટી હતા જે પાંચ વર્ષથી વધુ સમયથી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા હતા. આ તમામ ગ્રામપંચાયતના તલાટી અને બદલવા માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવી તેને લઈને તેમને મંથન કર્યું. જે બાદ ગુગલ ફોર્મની મદદથી તમામ તલાટીઓને બદલી માટેની મનપસંદ જગ્યાને પસંદ કરવા માટે છૂટ અપાઇ. જેથી બદલી થયા બાદ કોઈ પ્રશ્ન ન રહે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તલાટીઓ જાતે જ પોતાના મનપસંદ ગામ માટે કરે અરજી

400 કરતા વધારે તલાટીઓની બદલી કરવાની હતી. ત્યારે જે તલાટીઓને ત્રણ વર્ષથી વધુ સમય એક ગામમાં થઈ ગયો હોય તેઓએ ફરજિયાત ગુગલ ફોર્મમાં પોતાની બદલી માટે ફોર્મ ભરી મનપસંદ જગ્યાઓના નામ આપવાના હતા. જેથી સિનિયોરિટી તેમજ પોતાના માંગના આધારે તલાટીઓને ગ્રામ પંચાયતની ફાળવણી કરવામાં આવી.

બદલી બાદ ફરી મનપસંદ જગ્યાએ નિમણૂક માટે ભલામણ ન આવી

તલાટીઓ બદલીની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. પરંતુ તમામ તલાટીઓ બદલીને લઈને સંતોષ અનુભવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેનું કહેવું છે કે મોટાભાગે તલાટીઓની બદલી બાદ ભલામણો અને અસંતોષ બાબતોની અરજીઓ મોટા પ્રમાણમાં આવતી હોય છે. પરંતુ ૪૦૦ જેટલા તલાટીઓની બદલી કર્યા બાદ પણ કોઈપણ પ્રકારની ભલામણ કે અસંતોષ સામે આવ્યો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે તમામ તલાટીઓને પોતાના મનપસંદ ગ્રામપંચાયત પસંદ કરવા માટે છૂટ આપવામાં આવી હતી. જ્યારે પસંદગીનું ધોરણ સિનિયોરીટીને આધારે રાખવામાં આવ્યું હતું. જે બાદ એવા લોકોને પસંદગીના સ્થળે અગ્રતા આપવામાં આવી જેમાં વિધવા, ગંભીર બીમારી, દિવ્યાંગતા તેમજ પતિ-પત્નીના કેસને સામે આવ્યા છે.

આ પણ વાંચો : જયરાજસિંહના કોંગ્રેસમાંથી રાજીનામાં પર MLA હિતુ કનોડિયા કહ્યું, અમે સ્વાગત કરવા તૈયાર છીએ

આ પણ વાંચો : કચ્છનું આ વિભાગ કરે છે સરકારની તિજોરી છલોછલ ! આ વર્ષે પણ કરી 230 કરોડની કમાણી !

Next Article