બનાસકાંઠામાં મોડી રાત્રે મેઘાની જમાવટ, વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
અષાઢી બિજના દિવસે ઉતર ગુજરાતમાં(North gujarat) મેઘરાજાની જમાવટ જોવા મળી.મોડી રાત્રે વરસાદથી અસહ્ય ઉકળાટ બાદ ઠંડક પ્રસરી હતી.
બનાસકાંઠા જિલ્લાના(Banaskantha) મોટાભાગના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડ્યો.પાલનપુર, (palanpur)અમીરગઢ, વડગામ, દાંતા, ડીસા સહિતના વિસ્તારોમાં રાતના સમયે એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મોડી રાત્રે વરસાદથી અસહ્ય ઉકળાટ બાદ ઠંડક પ્રસરી હતી.વરસાદને કારણે ગરમીથી લોકોને આંશિક રાહત પહોંચી.તો વાવણી લાયક વરસાદ(Heavy Rain) થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.અષાઢી બિજના દિવસે ઉતર ગુજરાતમાં(North gujarat) મેઘરાજાની જમાવટ જોવા મળી.આણંદમાં પણ ભારે વરસાદ થતા જન-જીવમન ખોરવાયુ.
ઉતર ગુજરાતમાં મેઘો મન મુકીને વરસ્યો….
બોરસદમાં આકાશમાંથી આફત વરસી હતી. ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તમામ જગ્યાઓ પર ગોઠણ સુધીના પાણી ભરાયા હોવાનું નજરે પડી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં ગળાડૂબ તો કેટલાક વિસ્તારોમાં કેડસમા પાણી (Varsad)ભરાઈ ગયા છે.નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરની અંદર 2-4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.લોકોનું કહેવું છે કે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદના કારણે ઘર વખરીને સરખી ગોઠવવાનો પણ સમય નહોતો મળ્યો હતો.વરસાદ બંધ થયા પછી પણ ઘણાં વિસ્તારોમાં પાણી ઉતરી રહ્યા નથી.બીજી તરફ આસપાસના 500 જેટલા મકાનોમાં વીજળી ગુલ થતાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
હવામાન વિભાગ(IMD) દ્વારા મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (Saurashtra)ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. આ તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ તો, આણંદ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.