Ambaji અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યુ સોનાનું દાન, માઇભકતે સોનાનો મુગટ ભેટ ધર્યો
અંબાજી(Ambaji) મંદિરમાં અમદાવાદના એક માઇભક્તે અંબા માતાને સોનાના મુગટનું દાન કર્યું હતું. આ મુગટની કિંમત 5 લાખ 18 હજાર થવા જાય છે. જેનું વજન 118.75 ગ્રામ છે. યાત્રાધામ અંબાજી ખાતે અનેક માઇભક્તો દર્શન માટે આવે છે.
બનાસકાંઠાના(Banaskantha) પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી(Ambaji) ખાતે ભકતો દ્વારા માતાજીને અવનવી ભેટો ચઢાવવામાં આવે છે. જેમાં અનેક માઇભક્તો દ્વારા સોનાના અલગ અલગ ઘરેણાં અને મુગટનું પણ દાન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત આજે અમદાવાદના એક માઇભક્તે અંબા માતાને સોનાના મુગટનું(Gold Crown) દાન કર્યું હતું. આ મુગટની કિંમત 5 લાખ 18 હજાર થવા જાય છે. જેનું વજન 118.75 ગ્રામ છે. યાત્રાધામ અંબાજી ખાતે અનેક માઇભક્તો દર્શન માટે આવે છે. અંબાજીમાં અનેક માઈભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. જેમાં અનેક શ્રદ્ધાળુઓની માનતા પુરી થતાં પણ સોનું ચઢાવતા હોય છે.
આ પૂર્વે અંબાજીમાં લુણાવાડાના માઈભક્તે પણ સોનાનો મુગટ ભેટ કર્યો હતો. જેમાં પરિવારે માતાજીની પૂજા અર્ચના કરી રૂ.3,48,672 કિંમતનો 72.640 મિલીગ્રામ વજનનો સુવર્ણ મુગટ ભેટ ધર્યો હતો. જો કે માં અંબાના ધામમાં અનેક શ્રદ્ધાળુઓ ગુપ્તદાન પણ કરતા હોય છે.