Banaskantha : અંબાજી પંથકમાં વાતાવરણમાં પલટો, ધીમે ધારે વરસાદની શરૂઆત

|

Jun 22, 2022 | 6:47 PM

અંબાજીમાં(Ambaji) વરસાદની ધીમી ધારે થઈ શરુઆત છે. તેમજ બજારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. તેમજ વરસાદ સારો પડશે તો ખેડૂતો ખેતરમાં ખેડ કરશે. તેમજ જો વરસાદ નિયમિત થશે તો વાવેતરની શરૂઆત પણ કરશે.

Banaskantha : અંબાજી પંથકમાં વાતાવરણમાં પલટો, ધીમે ધારે વરસાદની શરૂઆત
Ambaji Temple
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં (Gujarat) વરસાદની (Monsoon 2022) શરૂઆત થઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી (Ambaji) પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં અંબાજીમાં વરસાદની ધીમી ધારે થઈ શરુઆત છે. તેમજ બજારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. તેમજ વરસાદ સારો પડશે તો ખેડૂતો ખેતરમાં ખેડ કરશે. તેમજ જો વરસાદ નિયમિત થશે તો વાવેતરની શરૂઆત પણ કરશે.

આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વધતાં ઓછા અંશે ડાંગ જિલ્લાના હવામાનમાં પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વઘઇ, આહવા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાઇ ગયો હતો. તેમજ ગરમી અને ઉકળાટથી રાહત મળતા લોકોમાં પણ આનંદ જોવા મળ્યો હતો.

રાજ્યમાં વરસાદની આગાહી ને પગલે ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તા.24મી જૂનથી 26મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાહત કમિશનરએ નવસારીજિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાંએન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટીમોને વરસાદની આગાહી મુજબ મૂકવા સૂચન કર્યું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજીત 10,24,422 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.20-26-2022 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 6,89,472 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 11.87 ટકા વધુ વાવેતર થયું છે.

સિંચાઇ વિભાગનાઅધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 1,49,972 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 44.89 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,88,241 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 33.72 ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નિંગ પર છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદના કારણે પાણીની સારી આવક થઇ છે.

Next Article