Banaskantha: દાંતીવાડાના નિલપુર ગામની આંગણવાડી જર્જરીત, એક માસથી બાળકોનો અભ્યાસ ખોરંભે ચઢ્યો

|

Aug 10, 2022 | 5:31 PM

બનાસકાંઠાના(Banaskantha) દાંતીવાડા તાલુકાના નિલપુર ગામની આંગણવાડીમાં સુવિધાઓ ન હોવાને કારણે છેલ્લા એક માસથી ભૂલકાઓ અભ્યાસ કરવા નથી જઈ શકતા આંગણવાડી જર્જરીત છે સાથે સાથે ચોમાસામાં છત પરથી આંગણવાડીમાં પાણી પડતું હોવાથી ભૂલકાઓ અભ્યાસ કરવા નથી જઈ શકતા.

Banaskantha: દાંતીવાડાના નિલપુર ગામની આંગણવાડી જર્જરીત, એક માસથી બાળકોનો અભ્યાસ ખોરંભે ચઢ્યો
Banaskantha Poor Anganwadi

Follow us on

ગુજરાતના(Gujarat)બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા(Datniwada)તાલુકાના નિલપુર ગામની આંગણવાડીમા(Anganwadi)ભૂલકાઓ એક માસથી નથી જઈ શકતા. આ આંગણવાડી જર્જરીત હોવાને કારણે વાલીઓ બાળકોને આંગણવાડીમાં નથી મોકલતા.આંગણવાડી એટલે ભૂલકાઓનું ઘડતર કરવાનું સ્થળ છે આંગણવાડીમાં નાના ભૂલકાઓ આવી અને રમત સાથે શારીરિક કસોટીઓ પણ શીખતા હોય છે જોકે ભૂલકાઓનું ભણતર કરે એ આંગણવાડી સુવિધાયુક્ત હોવી જોઈએ પરંતુ દાંતીવાડા તાલુકાના નિલપુર ગામની આંગણવાડીમાં સુવિધાઓ ન હોવાને કારણે છેલ્લા એક માસથી ભૂલકાઓ અભ્યાસ કરવા નથી જઈ શકતા આંગણવાડી જર્જરીત છે સાથે સાથે ચોમાસામાં છત પરથી આંગણવાડીમાં પાણી પડતું હોવાથી ભૂલકાઓ અભ્યાસ કરવા નથી જઈ શકતા વારંવાર રજૂઆત છતાં નથી થતું આંગણવાડી નું રિનોવેશન કે નથી આંગણવાડીની જગ્યા બદલાતી

બાળકો પણ બેસી શકે એવી પરિસ્થિતિ નથી

નીલપુર ગામની આંગણવાડીમાં 80 જેટલા ભૂલકાઓ પોતાના ભાવીનું ઘડતર કરવા આવે છે પરંતુ છેલ્લા એક માસથી આ ભૂલકાઓ આંગણવાડીમાં આવી શકતા નથી તેનું કારણ એ છે કે વાલીઓને પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલતા ડર લાગે છે આંગણવાડી જર્જરીત હોવાથી અને પાણી ટપકતું હોવાથી આંગણવાડી પાણી પાણી થઈ જતા બાળકો પણ બેસી શકે એવી પરિસ્થિતિ નથી અને હાલતમાં રહેલી આંગણવાડી વાલીઓ પણ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલતા ભય અનુભવે છે

આંગણવાડીના સર્વે  બાદ તેનું રીનોવેશન કરાશે

છેલ્લા ત્રણ વર્ષથી નીલપુર ગામની આગણવાડીની આ પરિસ્થિતિ છે પરંતુ તંત્રને હજુ ખબર જ નથી દર ચોમાસામાં ભૂલકાઓ અભ્યાસ કરવા જઈ શકતા નથી અને રજૂઆતો પણ થઈ છે પરંતુ તાલુકા પંચાયત દ્વારા હવે આંગણવાડીનું સર્વે કરાવશે  અને ત્યારબાદ તેનું રીનોવેશન કરાવશે . જોકે અત્યારે જે પરિસ્થિતિ છે  તેમાં બાળકો આંગણવાડીમાં જઈ શકતા નથી એને લઈને જરૂર પડશે તો આંગણવાડીની જગ્યા બદલાશે તેવું તાલુકા વિકાસ અધિકારીનું નિવેદન  છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

(With Input, Atul Trivedi) 

 

Published On - 5:30 pm, Wed, 10 August 22

Next Article