ગુજરાતના(Gujarat) બનાસકાંઠાની(Banaskantha) થરા નગરપાલિકાની 03 ઓકટોબરના રોજ યોજયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. જેમાં 24માંથી 4 બેઠકો બિનહરીફ થતા આજે 20 બેઠકના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. જેમાં થરા નગરપાલિકાના વોર્ડ નંબર -1 માં ભાજપના 4 ઉમેદવારો ની જીત થઈ છે. ભાજપ ના અશરફ મેમણ, ગિરાબેન શાહ, રસિક પ્રજાપતિ અને વજીબેન પટેલ વિજેતા બન્યા છે.
જેમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મત ગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 3 ઓકટોબરના રોજ મતદાન યોજાયું હતું. જેમાં ગાંધીનગર મનપાની 44 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે.આમ 3 મનપાની 47 બેઠકો માટે મતદાન યોજાયું હતું.
જ્યારે રાજ્યની 3 નગરપાલિકા થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની 78 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું. જ્યારે 26 નગરપાલિકાની 42 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
આ ઉપરાંત રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીની વાત કરીએ તો રાજ્યની 7 જિલ્લા પંચાયતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જ્યારે 37 તાલુકા પંચાયતની 43 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન પ્રકિયા હાથ ધરાઇ હતી. જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતના વરસાદમાં ધોવાયેલા રોડની મરામત માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે 74. 70 કરોડ રૂપિયાની ફાળવણી કરી
આ પણ વાંચો : ગાંધીનગર મહાનગર પાલિકાની મતગણતરી શરૂ, 162 ઉમેદવારોના રાજકીય ભાવિનો થશે ફેંસલો
Published On - 9:50 am, Tue, 5 October 21