Banaskantha: અમદાવાદ-પાલનુપર હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 મોત, 25 ઘાયલ

|

May 15, 2022 | 11:22 AM

વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને લઈ અમદાવાદ-પાલનપુર હાઈવે પર ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો. ઈજાગ્રસ્તોને 108 મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Banaskantha: અમદાવાદ-પાલનુપર હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 મોત, 25 ઘાયલ
કાણોદર નજીક વહેલી સવારે સર્જાયો હતો અકસ્માત

Follow us on

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના કાણોદર નજીક ગમખ્વાર અકસ્માત બસ અને ટ્રક (Bus-Truck Accident) વચ્ચે સર્જાયો છે. હાઈવ પર ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ખાનગી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળ પર જ 3 લકોનો મોન નિપજ્યા હતા. ઘટનામાં 25 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલ તથા પાલનપુરની સિવિલ હોસ્પિટલ (Palanpur Civil Hospital) માં ખસેડવામાં આવ્યા છે. જેમાં ગંભિર રીતે ઘાયલોની સ્થિતી સ્થિર હોવાનુ સિવિલ સત્તાવાળાના સુત્રો તરફથી જાણવા મળ્યુ હતુ. ઘટના પગલે સ્થાનિક પોલીસે પહોંચીને બચાવ માટેની પ્રાથમિક કામગીરી હાથ ધરી હતી.

વહેલી સવારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના રામસીન થી અમદાવાદ આવી રહેલી ખાનગી બસ મુસાફરોથી ભરેલી હતી. ખાનગી બસના ચાલકની ચૂકને લઈને બસ આગળ ઉભેલી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં 25 થી વધારે મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોએ ઘટનાને લઈ મદદ માટે દોડી જઈ ઈજાગ્રસ્તોને બચાવવા માટેની કામગીરી હાથ ઘરી હતી. સાથે જ સ્થાનિક પોલીસ અને 108ની મદદ મેળવવા કોલ કરાયો હતો.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને પોલીસના જવાનો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઇજાગસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ગંભિર ઈજાગસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જે પૈકીના કેટલાક ગંભિગ રીતે ઘાયલ થયેલા મુસાફરોની સ્થિતી સ્થિર છે, તો કેટલાકની સ્થિતી નિયંત્રણ હેઠળ હોવાનુ સિવિલ હોસ્પિટલના સુત્રો દ્વારા જાણકારી અપાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અકસ્માતમાં કોની બેદરકારી?

ગમખ્વાર અકસ્માતમાં બચાવ કામગીરી પૂર્ણ કર્યા બાદ અકસ્માત માટેના કારણને જાણવા માટેની પ્રાથમિક તપાસ શરુ કરી છે. અકસ્માતમાં કોની બેદરકારી હતી એ શોધવા માટે એફએએસ અને મોટર વાહન નિરીક્ષકની મદદ લઈને તપાસ હાથ ધરાઈ છે. જે મુજબ હાઇવે પર આગળ ઉભેલી એરંડા ભરેલી ટ્રક જોખમી રીતે તેના ચાલકે ઉભી રાખી હતી અને સાથે જ તેણે બેક લાઈટ અને અન્ય રાત્રી દરમ્યાન ઈન્ડિકેટ કરનારા ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો કે કેમ તે પણ ચકાસવામાં આવશે. સાથે જ ખાનગી બસના ચાલકે પણ ચૂક કરીને આગળ ઉભેલી ટ્રક જોઈ નહોતી કે કેમ તે પણ તપાસમાં અકસ્માતના કારણ અંગે તપાસવમાં આવશે. જોકે હાલતો ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.

 

 

Published On - 11:13 am, Sun, 15 May 22

Next Article