આજથી અંબાજી મંદિરના દ્વાર ખુલ્યા, 15 જાન્યુ. થી 31 જાન્યુઆરી સુધી મંદિર બંધ કરાયુ હતું

રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજી મંદિર 15 જાન્યુ. થી 31 જાન્યુઆરી સુધી બંધ કરાયુ હતુ, જોકે હવે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહી છે જેના પગલે ફરીથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યાં છે, હવે દર્શનાર્થીઓ સરકારની SOP પ્રમાણે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કરી શકશે

આજથી અંબાજી મંદિરના દ્વાર ખુલ્યા, 15 જાન્યુ. થી 31 જાન્યુઆરી સુધી મંદિર બંધ કરાયુ હતું
આજથી અંબાજી મંદિરના દ્વાર ખુલ્યા
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Feb 01, 2022 | 9:55 AM

રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji temple) 15 જાન્યુ. થી 31 જાન્યુઆરી સુધી બંધ કરાયુ હતુ. જોકે હવે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહી છે જેના પગલે ફરીથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ (Pilgrims) માટે ખોલી દેવામાં આવ્યાં છે. હવે દર્શનાર્થીઓ સરકારની SOP પ્રમાણે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કરી શકશે.

શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે 31 જાન્યુઆરી સુધી મંદિરમાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. આ મુદ્દત આજે પૂર્ણ થતા દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું હતું. આજે સવારે 7.30થી 11.30 દરમિયાન રાબેતા મુજબ દર્શન શરૂ થઈ ગયા છે. તો બપોરે 12.30થી 4.15 સુધી અને સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન પણ દર્શન કરી શકાશે.

આ સાથે ગબ્બર પર્વત પર અને તમામ શક્તિપીઠના પણ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. મંદિરમાં દર્શન માટે કેટકલીક ગાઈડલાઈન (Guideline) નક્કી કરવામાં આવી છે તેનું પાલન કરવું ફરજિયાત છે. મંદિરમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓએ અગાઉથી મંદિરની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉપરાંત વેક્સિનેશન સર્ટી અને અન્ય ડોક્યુમેન્ટ વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ જ ત્ને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે તંત્ર દ્વારા 65 વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓને ઓનલાઈન દર્શનની અપીલ કરવામાં આવી છે.

અગાઉ તારીખ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના વધતા કેસોને પગલે શક્તિપીઠ અંબાજી હવે 31 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Winter 2022: કાતિલ ઠંડીમાંથી ગુજરાતવાસીઓને મળશે રાહત, રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચોઃ Kheda : વડતાલમાં આચાર્ય પદ પર રાકેશપ્રસાદ મહારાજનો 20માં વર્ષમાં પ્રવેશ, ભાવવંદના કાર્યક્રમ યોજાયો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati