Ambaji: રાજકોટના સંઘે 14 દિવસની પદયાત્રા બાદ પારંપરિક વસ્ત્રોમાં અર્પણ કરી ધજા અને માંડવી

|

Sep 09, 2022 | 3:14 PM

રાજકોટથી આવેલા સંઘે ખાસ ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં પહોંચી ધજા અને માંડવી અર્પણ કરી હતી. આ સંઘ છેલ્લા 21 વર્ષથી રાજકોટથી અંબાજી ખાતે પદયાત્રા કરીને પહોંચે છે. ભાદરવી પૂનમના મેળાનું અંબાજી ખાતે અનોખું મહત્વ છે.

Ambaji: રાજકોટના સંઘે 14 દિવસની પદયાત્રા બાદ પારંપરિક વસ્ત્રોમાં અર્પણ કરી ધજા અને માંડવી
અંબાજીમાં આવેલા રાજકોટના સંઘે અર્પણ કરી ધજા અને માંડવી

Follow us on

શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર શક્તિપીઠ અંબાજી (Ambaji) ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના (Bhadarvi Poonam melo) પાંચમાં દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે. ત્યારે રાજકોટથી પણ એક સંઘ 14 દિવસની લાંબી પદયાત્રા કરીને અંબાજી ધામ પહોંચ્યો છે. રાજકોટથી આવેલા સંઘે ખાસ ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં પહોંચી ધજા અને માંડવી અર્પણ કરી હતી. આ સંઘ છેલ્લા 21 વર્ષથી રાજકોટથી અંબાજી ખાતે પદયાત્રા કરીને પહોંચે છે. ભાદરવી પૂનમના મેળાનું અંબાજી ખાતે અનોખું મહત્વ છે. ત્યારે વિવિદ સંઘો સાથે માઇભક્તો અંબાજી પહોંચી રહ્યા છે.

ચોથા દિવસે ભાવિકોએ માણી ગરબાની રમઝટ

નવરાત્રિને  (Navratri 2022 ) હજી વાર છે પરંતુ માઇભકતોએ  અંબાજીમાં (Ambaji) મા અંબાના સાનિધ્યમાં ગરબા રમીને વિશેષ ભક્તિ અદા કરી હતી. અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. તો અંબાજી માતાને 1 કિમી લાંબી ધ્વજા અર્પણ કરાઈ છે. દાહોદના લીમખેડાનો સંઘ 1 કિલોમીટર લાંબી ધ્વજા સાથે અંબાજી પહોંચ્યો હતો અને 1152 ગજની ધ્વજા માતાજીને અર્પણ કરી હતી.

300 લોકોના આ સંઘે જય અંબેના નાદ સાથે પદયાત્રા કરીને માતાજીના દરબાર સુધી યાત્રા ખેડી હતી અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમના પગલે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. દરરોજ લાખો લોકો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મેળાના ચોથા દિવસની રાત્રિએ માનસરોવર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. જેમાં શ્રદ્ધાળુઓ, કિન્નર સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોરોના કાળના બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાતાં લાખો ભક્તો પગપાળા અંબાજી પહોંચ્યા છે. જય અંબે જય અંબેની ગૂંજ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગૂંજી ઊઠી છે. તો ભક્તો મા અંબાના ભંડારને પણ છલકાવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં એક કરોડ કરતાં પણ વધુ રોકડ મા અંબાના ભંડારમાં આવી છે. લાખો લોકોએ રોકડ સ્વરૂપે માતાજીને દાનની સરવાણી વહાવી છે.

ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

છેલ્લા ચાર દિવસમાં 11 લાખ કરતા વધુ લોકોએ દર્શન કર્યા છે અને અઢી કરોડ રૂપિયા જેટલાના પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત શ્રદ્ધાળુઓના પરિવહન માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો પણ દોડાવવામાં આવી રહી છે.

Next Article