અંબાજી મેળામાં માઈ ભક્તોનું ઘોડાપૂર, બોલ માડી અંબે…જય જય અંબે…ના નાદથી રસ્તાઓ ગુંજ્યા

|

Sep 07, 2022 | 8:12 AM

આજે મેળાના ત્રીજા દિવસે દૂર- દૂરથી માઇભક્તો ચાલતા માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. મા અંબાના ભક્તો તડકો, છાંયડો, થાક લાવ્યા સિવાય ભક્તિના રસ્તે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

અંબાજી મેળામાં માઈ ભક્તોનું ઘોડાપૂર, બોલ માડી અંબે...જય જય અંબે...ના નાદથી રસ્તાઓ ગુંજ્યા
અંબાજીમાં ઉમટી રહ્યો છે માનવ મહેરામણ

Follow us on

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમો મેળો જામ્યો છે.બોલ માડી અંબે…જય જય અંબેના નાદ સાથે રસ્તાઓ ગુંજી રહ્યાં છે. ત્યારે આજે ભાદરવી પૂનમના મેળાનો ત્રીજો દિવસ છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં બે દિવસમાં દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ (Devotee) દર્શનનો લાભ લીધો. જ્યારે બે દિવસમાં 2 લાખ 61 હજાર 232 પ્રસાદ પેકેટનું વિતરણ થયું છે. પ્રસાદના વિવિધ બેંકોની આવક 63 લાખ નોંધાઇ છે.તો 57 હજાર 465 યાત્રિકોએ એસટી બસ સેવાનો લાભ લીધો. જ્યારે 21 હજાર 818 દર્દીઓને આરોગ્ય વિભાગે (Health department) સારવાર આપી.7 દિવસમાં 25 લાખ પદયાત્રીઓ અંબાજી પહોંચે તેવી શક્યતા છે.

પદયાત્રીઓ અંબાજી પહોંચે તેવી શક્યતા

આજે મેળાના ત્રીજા દિવસે દૂર દૂરથી માઇભક્તો ચાલતા માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. મા અંબાના ભક્તો તડકો, છાંયડો, થાક લાવ્યા સિવાય ભક્તિના રસ્તે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા પદયાત્રીઓ ગુજરાત (Gujarat)  સહિત દેશભરમાંથી અંબાજી આવે છે. આ પદયાત્રીઓ સાથે પગપાળા સંઘ પણ મોટી સંખ્યામાં આવતા હોવાથી અરવલ્લીની ગિરીમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

અંબાજી માર્ગ પર સેવા કેમ્પનું ખાસ આયોજન

કેટલાક ભક્તો બાધાને પૂર્ણ કરવા માટે કઠિન પદયાત્રા કરીને અંબાજી જાય છે અને પોતાની બાધા પૂર્ણ કરે છે.બીજી તરફ ગુજરાતભરમાંથી આવતા લાખો પદયાત્રાળુ માટે દાતા અંબાજી માર્ગ પર સેવા કેમ્પનું (Seva camp) ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સેવા કેમ્પમાં ચા-નાસ્તો, મેડિકલ સેવા કેમ્પ, માલિશ કેમ્પ , આરામ વ્યવસ્થા તેમજ રાત્રિ રોકાણ માટેની અદ્યતન વ્યવસ્થાઓ કરવાામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, કોરોના કાળના (Corona panedemic)  બે વર્ષ બાદ મેળો યોજાતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

Next Article