ખુશ ખબર : પાલનપુર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે 380 કરોડના ખર્ચે 24 કિલોમીટર લાંબા બાયપાસ રોડનું નિર્માણ થશે
પાલનપુરના જગાણાથી ખેમાણા ટોલનાકા પહેલાં 24 કિલોમીટર લાંબા બાયપાસમાં હજારો હેકટર જમીન સંપાદીત કરવાની થશે. બાયપાસ નિર્માણની વાત સામે આવતા જ ખેડુતો ઉગ્ર છે.

બનાસકાંઠાના (Banaskantha) જિલ્લા મથક પાલનપુરમાં (palanpur) ટ્રાફિકની સમસ્યા ન (Traffic) માત્ર પાલનપુરવાસીઓ માટે પરંતુ જિલ્લા મથકે આવતા તમામ જિલ્લાવાસીઓ માટે સૌથી મોટી મુશ્કેલી છે. પાલનપુર શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 27 ના એરોમા સર્કલ પર દરરોજ કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે. ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જે મંજૂરીમાં સરકારે 300 કરોડના ખર્ચે પાલનપુર જગાણાથી ખેમાણા ટોલનાકા પહેલા 24.813 કિલોમીટર લાંબો બાયપાસ રોડનું (Bypass road)નિર્માણ થશે.
જમીન સંપાદન માટે 80 કરોડની રાજ્ય સરકારે ફાળવણી કરી
પાલનપુરના જગાણાથી ખેમાણા ટોલનાકા પહેલાં 24 કિલોમીટર લાંબા બાયપાસમાં હજારો હેકટર જમીન સંપાદીત કરવાની થશે. બાયપાસ નિર્માણની વાત સામે આવતા જ ખેડુતો ઉગ્ર છે. અનેક એવા પણ ખેડૂતો છે કે જેઓની જમીન બાયપાસ રોડમાં સંપાદિત થતાં તેઓ જમીન વિહોણા થશે. જે મામલે કલેકટરને આવેદનપત્ર પણ ખેડૂત આગેવાનો દ્વારા આપ્યું છે. પરંતુ બાયપાસ બનાવવો જરૂરી હોઈ સરકારે 80 કરોડ જેટલી માતબર રકમ જમીન સંપાદન કામગીરી માટે આપી છે. જેથી જે પણ ખેડૂતોની જમીન બાયપાસ રોડ માટે સંપાદીત થશે તેમને પૂરતુ વળતર ચૂકવી શકાય.
બાયપાસની સૈદ્ધાંતિક મંજૂરી
– લંબાઈ :- 24.813 કિલોમીટર
– કુલ ખર્ચ :- 380 કરોડ
– બાયપાસ નિર્માણના બાંધકામ પાછળ ખર્ચ :- 300 કરોડ
– જમીન સંપાદન માટે ખર્ચ :- 80 કરોડ
બાયપાસ બનતા પાલનપુર થશે ટ્રાફિક મુક્ત
બાયપાસની સૈદ્ધાંતિક મંજૂરી મળતા જ હવે પાલનપુરની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે. સરકારે 380 કરોડ જેટલો ખર્ચ જિલ્લાની પ્રજાને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપવા માટે કર્યો છે. જેના કારણે ન માત્ર ટ્રાફિકની સમસ્યા દૂર થશે પરંતુ પાલનપુર શહેરનો વિકાસ પણ થશે. તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકના વિસ્તારના લોકોને જિલ્લા મથકે અવરજવરમાં પડતી ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે.
આ પણ વાંચો : Agriculture Budget: ખેતીને સરળ બનાવવા ડ્રોનનો ઉપયોગ થશે, ખેડૂતોની આવક વધારવા PPP મોડલનો ઉપયોગ કરવામાં આવશે