Banaskantha: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે RTPCR લેબ શરૂ, ટેસ્ટિંગ પ્રક્રિયા બનશે ઝડપી

|

May 17, 2021 | 7:01 PM

બનાસકાંઠા જીલ્લામાં RTPCR ટેસ્ટ માટે માત્ર એક જ લેબ બનાસ મેડીકલ કોલેજ ખાતે હતી. માત્ર એક લેબથી આટલા મોટા જીલ્લાનું RTPCR ટેસ્ટની કામગીરી કરવી મુશ્કેલ બનતી હતી.

Banaskantha: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે RTPCR લેબ શરૂ, ટેસ્ટિંગ પ્રક્રિયા બનશે ઝડપી

Follow us on

રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી અને તાલુકાઓ બનાસકાંઠા જીલ્લો ધરાવે છે. 14 તાલુકા અને 30 લાખથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવતા બનાસકાંઠા જીલ્લામાં RTPCR ટેસ્ટ માટે માત્ર એક જ લેબ બનાસ મેડીકલ કોલેજ ખાતે હતી. માત્ર એક લેબથી આટલા મોટા જીલ્લાનું RTPCR ટેસ્ટની કામગીરી કરવી મુશ્કેલ બનતી હતી.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જેના નિરાકરણ માટે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે વેટેનરી વિભાગમાં આવેલી લેબોરેટરીને RTPCR લેબમાં ફેરવવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન જીલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જીલ્લામાં વસતા કોરોના સંક્રમણને વધતા અટકાવવા માટે ટેસ્ટિંગ થવું ખૂબ જરૂરી છે. આટલા મોટા જીલ્લા વચ્ચે માત્ર બનાસ મેડિકલ કોલેજ ખાતે જ એકમાત્ર કોરોના RTPCR ટેસ્ટિંગ લેબ આવેલી હતી. જેના કારણે તેનું ભારણ વધતું હતું.

 

 

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે RTPCR લેબ શરૂ થતાં હવે ટેસ્ટિંગની પ્રક્રિયા ઝડપી બનશે અને કોરોના પોઝિટીવ દર્દી છે કે કેમ તે સત્વરે જાણી શકાશે. આ લેબમાં દરરોજ અંદાજીત 500થી વધુ RTPCR ટેસ્ટનું ટેસ્ટિંગ થઈ શકશે. જે માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટનેરી વિભાગના કર્મચારીઓ સહિત જીલ્લા કલેકટર દ્વારા વધુ 10 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓની આ RTPCR લેબમાં નિમણુંક કરવામાં આવી છે.

 

નવી RTPCR લેબ મામલે જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે કોરોના અટકાવવા માટે ટેસ્ટિંગ જરૂરી છે. જીલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટેનરી વિભાગમાં શરૂ કરેલી RTPCR લેબ ટેસ્ટિંગની પ્રક્રિયાને વેગ આપશે. તેમજ કોરોના પોઝિટીવ દર્દીઓની સત્વરે ઓળખ થઈ શકશે. જેથી ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા પર કામ થઈ શકે.

 

આ પણ વાંચો: Photo Story: જાણો વરસાદની સાથે કેમ ચમકે છે વિજળી અને જમીન પર પડ્યા બાદ તેનું શુ થાય છે?

Next Article