Banaskantha: તબીબની બેદરકારી બદલ, દર્દીને ત્રણ લાખ ચૂકવવા ગ્રાહક ફોરમનો આદેશ

|

Jul 03, 2021 | 2:00 PM

Gujarat State Consumer Dispute Redressal Commission : ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ડૉ.વી પી પટેલની (V P Patel)  અધ્યક્ષતામાં મળેલી ફોરમમાં ડોક્ટરની બેદરકારી બદલ દર્દીને ત્રણ લાખ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.

Banaskantha: તબીબની બેદરકારી બદલ, દર્દીને ત્રણ લાખ ચૂકવવા ગ્રાહક ફોરમનો આદેશ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને (Gujarat State Consumer Dispute Redressal Commission ) બનાસકાંઠા જિલ્લાના ડો. દિનેશ ગજ્જરને બેદરકારી દાખવવા બદલ દર્દીને રૂપિયા ત્રણ લાખ ચૂકવવા માટે આદેશ કર્યો છે.

ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ડૉ.વી પી પટેલની (V P Patel)  અધ્યક્ષતા હેઠળના ફોરમે  આદેશ આપતા, 9 ટકા વ્યાજ સહિતની તમામ રકમ બે મહિનામાં ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે. કમિશનના (Commission) આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, જો તબીબ નિયત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો દર્દીને પાંચ હજાર પેટે વધારાના ખર્ચે પણ ચૂકવવાના રહેશે.

મહત્વપૂર્ણ છે કે, દર્દીએ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં  ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડો. દિનેશ ગજ્જર વિરુધ્ધ નિષ્કાળજી અને બેદરકારીની ફરિયાદ દાખલ કરી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડોક્ટરે દાખવી હતી બેદરાકરી

ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરાકરીને કારણે રમીલાબેન નામના દર્દીએ બે-ત્રણ હોસ્પિટલમાં ફરવું પડ્યું હતું અને બે મેજર ઓપરેશન (Major operation) કરાવવા પડ્યા હતા. જેથી દર્દીએ ઓપરેશન માટે જે પણ નાણાકીય ખર્ચ થયો અને શારિરીક અશક્તિના કારણે આર્થિક ઉપાર્જન બંધ રહેવાને કારણે  રમીલાબેને ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ મળતરની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક ડોક્ટરોની બેદરાકરીઓ સામે આવી છે. પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે લોકોએ સહન કરવાનો વારો આવે છે. ત્યારે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના આ નિર્ણયને હાલ લોકો આવકારી રહ્યા છે.

Published On - 1:58 pm, Sat, 3 July 21

Next Article