Banaskantha : અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજવા અંગે કોરોનાનું ગ્રહણ યથાવત
આ વર્ષે પણ અંબાજી ભાદરવી પૂનમ મહામેળા પર કોરોનાનું ગ્રહણ યથાવત્ રહે તેવી શક્યતા છે. કારણ કે વહીવટી તંત્ર દ્વારા હજુ આ મેળા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી, તો બીજી તરફ સંઘો સાથેની બેઠકમાં ભટ્ટજી મહારાજે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી જરૂરી સમજી.
Banaskantha : આ વર્ષે પણ અંબાજી ભાદરવી પૂનમ મહામેળા પર કોરોનાનું ગ્રહણ યથાવત્ રહે તેવી શક્યતા છે. કારણ કે વહીવટી તંત્ર દ્વારા હજુ આ મેળા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી, તો બીજી તરફ સંઘો સાથેની બેઠકમાં ભટ્ટજી મહારાજે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી જરૂરી સમજી. આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મેળો 13 થી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન આવે છે. જોકે, મેળો યોજાય એવી કોઈ શકયતા જણાતી નથી. આ અંગે રાજ્ય સરકાર તેમજ કલેક્ટર મેળા મામલે આખરી નિર્ણય કરશે.
કલેકટર આનંદ પટેલે કહ્યું કે, ભાદરવી પૂનમના મેળા અંગેની વિચારણા અંગેનો નિર્ણય રાજ્યકક્ષાએથી લેવાશે. મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ અલ્પેશભાઈએ જણાવ્યું કે, ‘મેળો શ્રદ્ધાની દ્રષ્ટિએ યોજવો જોઈએ પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોખમી પણ એટલો ગણાય’
આ વરસે અંબાજી ભાદરવી પૂનમનો મેળો 13 થી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન આવે છે. જોકે, મેળો યોજાય એવી કોઈ શકયતા જણાતી નથી, અધૂરામાં પૂરું મેળા અંગે સરકાર દ્વારા પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.મહામેળો યોજાશે કે નહિ ? આ બાબતે વિશ્વભરમાં વસતા સેંકડો શ્રદ્ધાળુઓમાં અસમંજસ્ય જોવા મળી રહ્યુ છે. જોકે મેળાને લઈ તંત્રે એક પણ બેઠક ન યોજતા એ સાબિત થઈ ગયું છેકે આ વર્ષે પણ મેળો નહીં જ યોજાય.
સેંકડો શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો માઈ ભક્તો મહત્વ ધરાવે છે. વર્ષ 2020માં કોરોનાની મહામારીને લઇ ભાદરવી મહા કુંભને રદ કરાયો હતો. જયારે ભાદરવી મેળો શરૂ થવામાં 27 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે અંબાજીમાં ભક્તો માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવી શકશે કે કેમ ? તે બાબતે અનેક પ્રશ્નો સર્જાયેલા છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા છ માસ અગાઉ જ મેળાની તૈયારીઓ શરૂ કરાતી હોય છે. પરંતુ હાલ વહીવટી તંત્રમાં મેળાની તૈયારીને લઇને કોઇ જ ચહલપહલ જોવા મળતી નથી.
ભાદરવી પૂનમનો મેળો યોજવા અંગે વહીવટી તંત્ર હાલ સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે. પરંતુ, વહીવટી તંત્રના મોટાભાગના અધિકારીઓ મેળો ન યોજવા અંગે એક જ સૂર આલાપી રહ્યાં છે. કે મેળો યોજાવો જોઇએ નહીં. કારણ કે કોરોના મહામારીમાં મેળો યોજવા હિતાવહ નથી. કારણ કે ત્રીજી લહેરની શક્યતાઓને જોતા હાલના સંજોગોમાં મેળો નહીં જ યોજાય તેવું લાગી રહ્યું છે. બાકી હવે સરકારનો નિર્ણય શું આવે છે તેની રાહ જોવી રહી.
આ પણ વાંચો : Mehsana : દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાનું 5 સપ્ટેમ્બરે પીએમ મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે
આ પણ વાંચો : Gujarat : આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં મોસમનો સરેરાશ 311.82 મી.મી. વરસાદ નોંધાયો