Morbi: ST બસમાં 62.50 લાખ રૂપિયાનું જોખમ લઈ જવુ પડ્યુ ભારે, પળભરમાં ગઠિયો લાખો લઈને ફરાર

|

Jun 04, 2022 | 2:56 PM

મોરબી (Morbi) માળિયા હાઈવે પર એસટી બસમાંથી 62.50 લાખ ભરેલ થેલાની ચોરી થઈ હોવાનુ જાણવા મળી રહ્યું છે.

મોરબી જિલ્લામાં(Morbi District)  તસ્કર લૂંટારુઓ બેફામ બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. આજે સવારે રાપરથી જતી બસમાં મોરબી શહેરમાં રોકડ રકમ આપવા આવી રહેલા આંગડિયા પેઢીના કર્મચારી મહાદેવભાઈ રામભાઈ વાઘમારેના (Mahadevbhai Rambhai Vaghmare) લાખો રૂપિયા ભરેલા થેલાની ચોરી કરી ગઠિયો (Thief) પળભરમાં ગાયબ થઈ ગયો હતો.

મોરબી શહેરમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે

મોરબી માળિયા હાઈવે પર એસટી બસમાંથી 62.50 લાખ ભરેલ થેલાની ચોરી થઈ હોવાનુ જાણવા મળી રહ્યું છે. રાપરથી મોરબી આવતી બસમાં બેઠેલા મુસાફર બસના હોલ્ડ સમયે નીચે ઉતર્યા હતા. તે દરમિયાન તકનો લાભ લઈને 62.50 લાખ ભરેલ થેલો લઈ ગઠિયો ફરાર થઈ ગયા હતો. પોલીસે હાલ આ મામસે તપાસ શરૂ કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મોરબી શહેરમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, આ પહેલા શહેરના જુના બસ સ્ટેન્ડ ખાતે બસમાં ચડતી વેળાએ મહિલાની નજર ચૂકવી પર્સમાં રાખેલ સોનાના દાગીના અને રોકડ રકમ સહીત 1.76 લાખની મત્તા ચોરી થઇ હતી. જે બનાવમાં પોલીસે(Morbi Police)  સાત દિવસ બાદ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

Published On - 2:34 pm, Sat, 4 June 22

Next Article