મોરબી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ, શું શહેરીજનોની સમસ્યાઓ થશે દુર ?

પ્રિમોન્સુન કામગીરી થયા બાદ પણ ચોમાસામાં(Monsoon)  દર વર્ષે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે,ત્યારે શહેરીજનોને આ વખતે સમસ્યા દુર થવાની આશા છે.

મોરબી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ, શું શહેરીજનોની સમસ્યાઓ થશે દુર ?
File Photo
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 31, 2022 | 12:24 PM

ચોમાસુ નજીક છે ત્યારે મોરબી નગરપાલિકા (Morbi Nagarpalika) દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા નાળાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. એવન્યુ પાર્ક સામે આવેલા નાળાની સફાઈ કરીને આ કામગીરીની શરૂઆત કરાઈ છે. ચોમાસામાં(Monsoon)  દર વર્ષે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જતો હોય છે. જેનું મુખ્ય કારણ શહેરમાં આવેલા નાળામાંથી પાણીનો (Water) યોગ્ય નિકાલ નહીં હોવાનું એમજ નાળામાં કચરો જમા થઈ જતા નાળા બ્લોક થઈ જતા હતા.

દર વર્ષ પ્રિમોન્સુનની કામગીરી છતા સ્થિતિ ‘જૈસે થે’ જેવી….!

પાણી ભરાઈ જવાના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મોરબી નગરપાલિકા વિસ્તારમાં કુલ 14 નાળા આવેલા છે. જેમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો કાઢીને નાળાની સફાઈ કરવાનું કામ પાલિકા દ્વારા હાથ ધરાયું છે.જો કે, પ્રજાના મનમાં એવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, શું દર વર્ષની જેમ પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ખાલી દેખાડા પૂરતી કામગીરી તો કરવામાં નથી આવી રહી ને ? કેમ કે દર વર્ષે પ્રિ-મોન્સૂનની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે તેમ છતાં ચોમાસામાં વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાઈ જતાં હોય છે. ત્યારે આ વર્ષે પાલિકા દ્વારા યોગ્ય રીતે સફાઈ કામગીરી થાય છે કે કેમ તે જોવું રહ્યું.

પ્રિમોન્સૂનની કામગીરીને લઈને નારાજ થયા આ ધારાસભ્ય

રાજકોટમાં પ્રિમોન્સૂનની કામગીરીને (Pre-Monsoon Activity in Rajkot) લઈ ભાજપના જ ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે. ગ્રાન્ટના અભાવે આજી નદીનું શુદ્ધિકરણ ન થતાં ગઈકાલે તેઓ કોર્પોરેશનના સત્તાધીશો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.ગ્રાન્ટ મંજૂર કરીને નદીનુ શુદ્ધિકરણ કરવા તેણે હાકલ કરી છે.તેમણે કહ્યું કે નદીના શુદ્ધીકરણનું કામ એ હેતુસર કરીએ છીએ કે, નદીમાં આવતું ગટરનું ગંદુ પાણી રામનાથ મહાદેવ મંદિર ઉપર ન જાય તેના માટે નદી ઊંડી કરવી આવશ્યક છે. રિવરફ્રન્ટ બનાવવા માટેની પ્રક્રિયામાં સમય લાગે તેમ હોય ત્યારે હાલ આજી નદીની ગંદકી દુર કરવી જરૂરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati