ભાવનગરથી 20 કિલોમીટર દૂર જોવા મળ્યો એશિયાઈ સિંહ, વન વિભાગે શરૂ કર્યુ પેટ્રોલિંગ
એશિયાઈ સિંહ હવે તેમનો વિસ્તાર વધારતા હોય તેવુ લાગી રહ્યું છે. ભાવનગર શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર સુધી સિંહ આટાફેરા મારી રહ્યા છે. એટલુ જ નહીં, તેની ડણાક પણ હવે ભાવનગરથી થોડેક દૂર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં સંભળાઈ રહી છે.
એશિયાઈ સિંહ હવે તેમનો વિસ્તાર વધારતા હોય તેવુ લાગી રહ્યું છે. ભાવનગર શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર સુધી સિંહ આંટાફેરા મારી રહ્યા છે. એટલુ જ નહીં, તેની ડણાક પણ હવે ભાવનગરથી થોડેક દૂર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં સંભળાઈ રહી છે.
ગુજરાતમાં ગીરના જંગલ અને સિંહ માટે ખાસ જાહેર કરાયેલા રાષ્ટ્રીય અભ્યારણ્યમા એશિયાઈ સિંહોનો વસવાટ છે. સૌરાષ્ટ્રના ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના જંગલ વિસ્તારમાં એશિયાઈ સિંહનો વસવાટ રહ્યો છે. જે છેલ્લા કેટલાક વર્ષોમાં વિસ્તરીને પોરબંદર, ભાવનગર, બોટાદ જિલ્લાના વિસ્તારોમાં પણ ક્યારેક ક્યારેક જોવા મળ્યા છે. હવે ભાવનગર શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલ ભડલી ગામે ગીરનો સિંહ જોવા મળતા ગ્રામ્યજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું ભડલી ગામ ભાવનગરથી 20 કિલોમીટરના અંતરે આવેલ છે. આ ભડલી ગામના સીમ વિસ્તારોમાં એશિયાઈ સિંહ જોવા મળ્યા હતા. આ અંગે ભડલીના ગ્રામ્યજનોએ વન વિભાગને જાણ કરતા, ફોરેસ્ટ વિભાગ એકશનમાં આવી ગયું છે. ભડલીના ગ્રામ્યજનોએ સિંહના આટાફેરા વાળી બતાવેલ જગ્યાએ, વન વિભાગે ચોકસાઈ દાખવીને પેટ્રોલીગ શરૂ કર્યું છે. હાલમાં ફોરેસ્ટ વિભાગની ટીમે રેવન્યુ તેમજ ફોરેસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓના તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા અને જોવા માટે તમે માત્ર અહીં એક ક્લિક કરો.
