ચોમાસું નજીક આવતા તંત્રમાં ખળભળાટ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ સમયસર પૂરું કરવાની દોડધામ – જુઓ Video

ચોમાસું નજીક આવતા તંત્રમાં ખળભળાટ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ સમયસર પૂરું કરવાની દોડધામ – જુઓ Video

| Edited By: | Updated on: May 14, 2025 | 8:20 PM

વડોદરામાં ચોમાસાની સિઝન નજીક આવતા તંત્રની ચિંતા વધી છે. વિશ્વામિત્રી નદી માટે હાથ ધરાયેલ પ્રોજેક્ટ સમયસર પુરો થાય તે માટે મ્યુનિસિપલ કમિશ્નર અરૂણ બાબુ પોતે હવે મેદાનમાં આવી ગયા છે.

વડોદરા શહેરમાં ચોમાસાની સિઝન નજીક આવતા તંત્રની ચિંતા વધી છે. ખાસ કરીને વિશ્વામિત્રી નદી માટે હાથ ધરાયેલ પ્રોજેક્ટ સમયસર પુરો થાય તે માટે મ્યુનિસિપલ કમિશ્નર અરૂણ બાબુ પોતે હવે મેદાનમાં આવી ગયા છે.

તેમણે આકરા તાપમાં જગ્યા પર જઈને સ્થળ નિરીક્ષણ કર્યું અને વિવિધ અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટે દોડાવ્યાં હતા. વિશ્વામિત્રી નદીના વહેણમાં આવેલા અવરોધોને દૂર કરવાનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે.

જણાવી દઈએ કે, રાત્રિ બજાર પાછળ વિશાળ ગાર્ડન અને વોકિંગ ટ્રેક બનાવવાનો પ્લાન છે, જે શહેર માટે ભવિષ્યમાં એક નવું આકર્ષણ બનશે. આ સાથે જ મગરો અને કાચબાં માટે નેચરલ બાસ્કિંગ સાઇટ પણ બનાવવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશ્નરને 13 સ્થળે વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજના જોડાણો જોવા મળ્યાં છે, જેના આધારે તેમણે તમામ ડ્રેનેજ જોડાણોને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે, વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટમાં કુલ 65% કામ પત્યું છે અને 35% કામ બાકી છે. મ્યુનિસિપલ કમિશ્નર અરૂણ બાબુએ આશા વ્યક્ત કરી છે કે, ચોમાસા પહેલાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરી લેવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો