સુરતના કાપડના વેપારીઓને છેતરપિંડીથી બચાવશે ‘અર્જુન’

|

Sep 29, 2020 | 3:47 PM

ફોસ્ટા, એસજીટીટીએ, સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ એસોસિયેશન અને વેપાર પ્રગતિ સંઘ પછી હવે માર્કેટમાં વેપારીઓ માટે નવી સંસ્થા સુરત મર્કન્ટાઇલ એસોસિયેશન બન્યું છે. આ એસોસિયેશને એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જે એપ્લિકેશનથી કપડાં માર્કેટના વેપારીઓ સાથે થનારી છેતરપિંડી અટકશે અને નોકરી સંબંધિત જાણકારી પણ મળશે. ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓના હિત માટે કામ કરવાવાળી ઘણી સંસ્થાઓ છે, પણ કોરોના […]

સુરતના કાપડના વેપારીઓને છેતરપિંડીથી બચાવશે અર્જુન

Follow us on

ફોસ્ટા, એસજીટીટીએ, સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ એસોસિયેશન અને વેપાર પ્રગતિ સંઘ પછી હવે માર્કેટમાં વેપારીઓ માટે નવી સંસ્થા સુરત મર્કન્ટાઇલ એસોસિયેશન બન્યું છે. આ એસોસિયેશને એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જે એપ્લિકેશનથી કપડાં માર્કેટના વેપારીઓ સાથે થનારી છેતરપિંડી અટકશે અને નોકરી સંબંધિત જાણકારી પણ મળશે.

ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓના હિત માટે કામ કરવાવાળી ઘણી સંસ્થાઓ છે, પણ કોરોના બાદ માર્કેટમાં વેપાર કરવાની પેટર્ન બદલાઈ છે. હવે વેપારીઓ વધારે ડિજિટલ બિઝનેસ તરફ વળ્યા છે. માર્કેટમાં એક કહેવત બહુ જૂની છે કે વેપારી જ્યારે ખરીદી કરવા આવે છે ત્યારે ગાય બની જાય છે અને જ્યારે પેમેન્ટ આપવાની વાત આવે ત્યારે વાઘ બની જાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અર્જુન એપ્લિકેશનનો ઉપયોગ કરનારને 175 માર્કેટના 80 હજાર વેપારીઓની બધી જાણકારી મળશે. આ એપ્લિકેશન માર્કેટમાં થનારી છેતરપિંડી અટકાવવામાં મદદરૂપ સાબિત થશે. સુરત મર્કન્ટાઇલ એસોસિયેશનના 30 હજાર કરતા વધારે વેપારીઓ વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપના માધ્યમથી જોડાયેલા છે.

આ એપ્લિકેશન મારફતે બધા વેપારીઓની પાન કાર્ડ, આધાર કાર્ડ, બિઝનેસ સહિત તમામ ટ્રેડ રેકોર્ડ ભેગા કરવામાં આવશે. જેની તપાસ એડમીન કરશે. એપૃવલ પછી જ તેની રજિસ્ટ્રેશન કરવામાં આવશે. વેપારીઓને રેટિંગ પણ આપવામાં આવશે. જેનાથી માલુમ પડશે કે પેમેન્ટ મુદ્દે વેપારીઓનો વ્યવહાર કેવો છે.

આ પણ વાંચોઃસુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોનો અભાવ, હોસ્પિટલમાં પારાવાર ગંદકીથી દર્દીઓ પરેશાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article