Shamlaji માં જન્માષ્ટમી પર્વને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાયો

|

Aug 18, 2022 | 10:06 PM

ગુજરાતના(Gujarat) અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં(Shamlaji)  પણ જન્માષ્ટમી પર્વને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ગુજરાતના(Gujarat) અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં(Shamlaji)  પણ જન્માષ્ટમી પર્વને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ શામળાજી મંદિર સહિત સમગ્ર પરિસરને રંગબેરંગી રોશની અને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યું. જન્માષ્ટમીએ અહીં શામળિયાના દર્શન કરવાની સાથે સાથે મટકીફોડ સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી શકે એ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ વર્ષનું આ આઝાદી પર્વ ઉજવાઇ રહ્યું છે. આ સ્વતંત્રતા પર્વ વિકાસનું પર્વ, વનબંધુ કલ્યાણનું પર્વ બને તે માટે મુખ્યમંત્રીએ ભેટ સ્વરૂપે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તે અનુસાર શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરાયું છે. શામળાજી મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ ‘શૉ’શરૂ કરાશે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શામળાજી મેશ્વો નદીના કિનારા પર આવેલું છે. શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે શામળાજીનું મુખ્ય મંદિર છે, તે ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી પડયું છે. આ મંદિર હિન્દુ સ્થાપત્યનો નમુનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ માનવામાં આવે છે.

આ મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય શૈલી જોવા મળે છે. મૂળ મંદિર પાંચસોથી આઠસો વર્ષ ટકેલું અને ત્યારબાદ પંદરમી-સોળમી સદીની ઓળખ આજના મંદિરને મળે છે. અલબત્ત, ઠાકોરજીની પ્રતિમા સાતમી આઠમી સદીની ગણાય છે.ઉત્તરાભિમુખ છે. તેની જગતીનો ભાગ વિશાળ છે.

Published On - 10:05 pm, Thu, 18 August 22

Next Article