AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvalli: રાજસ્થાન થી સુરત દારુની હેરાફેરી કરતી ટ્રક શામળાજી પોલીસે ઝડપી, રાજકોટનો શખ્શ ધંધો મંદો લાગતા ખેપ મારવા લાગ્યો

હાલના દિવસોમાં અરવલ્લી પોલીસે (Arvalli Police) દારુની હેરાફેરીના બનાવો વધવાને લઈ ચેંકીંગ હાથ ધરતા એક જ દિવસમાં બે જુદા જુદા વાહનો ઝડપીને લાખ્ખો રુપિયાનો દારુ ઝડપી પાડ્યો છે.

Arvalli: રાજસ્થાન થી સુરત દારુની હેરાફેરી કરતી ટ્રક શામળાજી પોલીસે ઝડપી, રાજકોટનો શખ્શ ધંધો મંદો લાગતા ખેપ મારવા લાગ્યો
Arvalli Police એ દારુની હેરાફેરી પર ધોંસ વધારી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 10:42 AM
Share

અરવલ્લી અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં થઈને વિદેશી દારુનો રેલો ગુજરાતમાં પ્રવેશતો હોય છે અને તેને રોકવા માટે થઈને પોલીસ પણ રાત દીવસ એક કરતી જોવા મળતી હોય છે. આવી જ રીતે એક જ સપ્તાહમાં બીજી વાર દારુની હેરાફેરી ઝડપાઈ છે. આ પહેલા પણ એક ટ્રકમાંથી દારુનો વિશાળ જથ્થો ઝડપાયો છે. આ વખતે પણ બાતમી આધારે શામળાજી પોલીસે (Shamlaji Police) સુરત (Surat) જઈ રહેલી એક ટ્રકમાંથી વિદેશી દારુનો ઝથ્થો ઝડપ્યો છે. આ ઉપરાંત એક કારમાંથી પણ દારુ ઝડપ્યો હતો. પરંતુ પોલીસ કારમાં ગુપ્ત ખાનુ બનાવી થઈ રહેલી દારુની હેરાફેરી કરનારાને જોઈને દંગ રહી ગઈ છે. કારણ કે ઝડપાયેલો આરોપી પહેલા રાજકોટમાં બિલ્ડીંગ કંસ્ટ્રકશનનુ કામ કરતો હતો અને હવે મંદીના બહાને દારુની હેરાફેરી કરવા લાગ્યો છે.

શામળાજી પોલીસને બાતમી મળી હતી અને જેને લઈને પોલીસે રાજસ્થાન તરફથી રતનપુર ચેક પોસ્ટ થી શામળાજી વચ્ચેના હાઈવે પર વાહનોની ચકાસણી હાથ ધરી હતી. જેમાં એક ટ્રક અને એક કાર એમ બે જુદા જુદા વાહનોમાંથી દારુનો ઝથ્થો હાથ લાગ્યો હતો. શંકાસ્પદ તમામ વાહનોનુ ચેકિંગ કરવા દરમિયાન બાતમી મુજબની એક ટ્રક આવી હતી અને જેની તલાશી લેતમાં જેમાંથી દારુનો ઝથ્થો મળી આવ્યો હતો.

પીઆઈ એમજી વસાવાએ 500 કાર્ટૂન દારુ ભરેલા ટ્રકને જપ્ત કરીને ચાલક સહિત બે લોકોની અટકાયત કરી હતી. ટ્રકમાંથી 21 લાખ 75 હજારના વિદેશી શરાબના જથ્થાને જપ્ત કરી લીધો હતો. શામળાજી પોલીસે ચાલક જીતેન્દ્ર વગતરામજી ડાંગી રહે. ડાંગીઓકા તાલુકો કપાસન જિ. ચિત્તોડગઢ. રાજસ્થાન અને સુખલાલ કમલાશંકર ડાંગી રહે. મહારાજકી ખેડી તા. વલ્લભનગર જિ. ઉદયપુર, રાજસ્થાનની અટકાયત કરી હતી. આ ઉપરાંત ગોવિંદસિંહ રાજપૂત અને સોનુ તેમજ સુરતમાં દારુ મંગાવનાર શખ્શને વોન્ટેડ દર્શાવી તેમની શોધખોળ હાથ ધરી છે.

કારમાંથી મંદીમાં સપડાયેલો બિલ્ડર ઝડપાયો

રાજકોટમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનુ કામ કરતો અને મંદીમાં નુક્શાન આવતા દારુની હેરાફેરી કરીને શોર્ટકટમાં પૈસા કમાવવાનો નુસખો અપનાવનારો શખ્શ ઝડપાયો હતો. શામળાજીના અણસોલ પાટીયા નજીક થી ચેકીંગ દરમિયાન બાતમી અનુસાર કાર આવતા જ તેને રોકીને કારમાંથી પોલીસે ગુપ્ત ખાનુ શોધી નિકાળ્યુ હતુ. જેમાંથી 30 હજારની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. તે પોતાની કારમાં જ ગુપ્ત ખાનુ બનાવીને રાજસ્થાન થી દારુની ખેપ ગુજરાતમાં મારીને ઉંચા દામે દારુ વેચતો હોવાની દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. શામળાજી પોલીસે દિપક સામજીભાઈ રામાણી રહે ગેલકૃપા સ્વાતી પાર્ક શેરી નંબર 3 ગૌ શાળાની સામે કોઠારીયા રોડ રાજકોટની અટકાત કરીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત અને પંજાબના ખેલાડી Live મેચમાં બાખડ્યા, મેદાન પર બનેલી ઘટના બની કારણ, જુઓ Video

આ પણ વાંચો : IPL 2022: BCCI એ પ્લેઓફ અને મહિલા ટી20 ચેલેન્જના શેડ્યૂલનુ કર્યુ એલાન, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">