ભિલોડાના જનાલીમા આરોગ્ય કેન્દ્રનુ નવિન મકાન નિર્માણ કરવામાં તંત્રની નિરસતા સામે સ્થાનિકો રોષે ભરાયા, ભૂખ હડતાલ કરતા અધિકારીઓમાં દોડધામ

|

May 30, 2022 | 10:02 PM

ભિલોડા (Bhiloda) તાલુકાના જનાલી (Janali) ગામે નવુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નુ મકાન નિર્માણ કરવા માટે રજુઆતો કરવા છતાં અધિકારીઓ નિરસતા દાખવતા હોવાનુ લાગી રહ્યુ છે.

ભિલોડાના જનાલીમા આરોગ્ય કેન્દ્રનુ નવિન મકાન નિર્માણ કરવામાં તંત્રની નિરસતા સામે સ્થાનિકો રોષે ભરાયા, ભૂખ હડતાલ કરતા અધિકારીઓમાં દોડધામ
જનાલી અને આસપાસના વિસ્તારના લોકોએ ભૂખ હડાતાલ કરી

Follow us on

અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવાની ફરીયાદો હરહંમેશ રહી છે. એક તરફ રાજ્ય સરકાર પછાત અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓને વધારવા માટેનો પ્રયાસ કરે છે, બીજી તરફ તંત્ર દ્વારા નિરસતા દાખવવાને લઈને લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ રીતે ભિલોડાના જનાલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Primary Health Center) નુ નવુ મકાન નિર્માણ કરવા માટે માંગ કરાઈ રહી છે. આ માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આમ છતાં પણ તંત્ર દ્વારા નવા મકાનની કામગીરી આગળ ધપાવવા માટેથી નિરસતા દેખાઈ રહી છે. જેને લઈને સ્થાનિકોએ હવે ભૂખ હડતાળ કરતા અધિકારીઓમાં પણ દોડધામ મચી છે.

હાલમાં જનાલી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થિતી ખૂબ જ જર્જરીત હાલતમાં છે. આ કેન્દ્ર દ્વારા આસપાસના પંદરેક થી વધારે ગામડાના લોકોને સ્વાસ્થ્યને લગતી સેવાઓનો લાભ મળે છે. પરંતુ હાલમાં પડુ પડુ થઈ રહેલા આરોગ્ય કેન્દ્રને લઈને સ્થાનિકો દ્વારા નવિન મકાનનુ બાંધકામ કરવા માટે માંગ કરવામાં આવી છે. જો આ મકાન પડી જાય ચોમાસા દરમિયાન તો લોકોને સ્થાનિક ધોરણે મળતી મેડિકલ સેવા પણ કેટલાક સમય માટે છીનવાઈ જાય.

નવિન મકાનની જરુરીયાત જોતા જિલ્લા કલેકટર દ્વારા સાતેક વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2015માં નવીન જમીનની ફાળવણી પણ કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ નવીન ફાળવાયેલ જગ્યા પર કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી. રાહ જોતા લોકોને એમ કે સમય જતા નવિન મકાનની કામગીરી હાથ ધરાશે પરંતુ કોઈ જ ગતિવીધી સ્થળ પર થઈ શકી નથી. જેને લઈને હવે સ્થાનિક લોકોને પોતાની સાથે અન્યાયી લાગણીનો અહેસાસ થવા લાગ્યો છે. જેથી રજૂઆતો બાદ હવે ભૂખ હડતાલનુ શસ્ત્ર જ ઉગામ્યુ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સ્થાનિક લોકોએ ભૂખ હડતાલનો આરંભ કરતા જ આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્થળ પર આવવા લાગ્યા હતા અને સ્થળ પર જ લોકોની રજૂઆતને સાંભળી હતી. જોકે હજુ નક્કર પ્રકારની ખાતરીની અપેક્ષા સ્થાનિકો દ્વારા રાખવામાં આવી રહી છે. જો નવા સ્થળે મકાનની કામગીરી હાથ ધરાય તો વિસ્તારને અદ્યતન પ્રકારની સુવિધા પણ ઘર આંગણે મળી રહે.

Published On - 9:55 pm, Mon, 30 May 22

Next Article