Aravalli: શિક્ષણ પ્રધાને મોડાસા-ધનસુરાની લીધી મુલાકાત, રડોદરામાં પતિએ કરી પત્નિની હત્યા, અકસ્માતમાં તાલુકા પંચાયતના કર્મચારીનુ મોત

|

Jul 05, 2021 | 9:47 AM

અરવલ્લી (Aravalli) જીલ્લામાં શૈક્ષણિક વિકાસ માટે હવે જીલ્લા તાલીમ ભવનનુ આગવુ બીલ્ડીંગ મળી રહેશે. બાયડના રડોદરામાં પતિ એ પત્નિની હત્યા કરી દીધી

Aravalli: શિક્ષણ પ્રધાને મોડાસા-ધનસુરાની લીધી મુલાકાત, રડોદરામાં પતિએ કરી પત્નિની હત્યા, અકસ્માતમાં તાલુકા પંચાયતના કર્મચારીનુ મોત
Arvalli Round up News

Follow us on

 

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહની મોડાસા મુલાકાત

મોડાસા (Modasa) ના સાકરિયા ગામે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા (Bhupendrasinh Chudasma) પહોંચ્યા હતા. શિક્ષણ પ્રધાને સાકરિયા ગામે જીલ્લા શિક્ષણ તાલિમ ભવન નુ ખાતમૂર્હત કર્યુ હતુ. 12 કરોડ રુપિયાના ખર્ચે વિશાળ તાલિમ ભવનનુ નિર્માણ અરવલ્લી (Aravalli) ખાતે કરવામાં આવનાર છે. આ સાથે જ શિક્ષણ પ્રધાને કઉ ગામે 3.42 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળાનુ લોકાર્પણ કર્યુ હતુ.

આ દરમ્યાન શિક્ષણ પ્રધાન ચુડાસ્માએ કહ્યુ હતુ, દેશમાં ના હોય એવી શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી છે. આપણું મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ગ્રેડ જોઇ, વર્લ્ડ બેંક કોઇ એક રાજ્યને મદદ કરે છે. જેનો લાભ આપણા ગુજરાત રાજ્યને મળ્યો છે. આગળ કહ્યુ, આગામી માર્ચ માસ થી ધોરણ 1 થી 8 ની એકમ કસોટી અને 9 થી 12 ની નિદાન કસોટીનુ આયોજન ટૂંક સમયમાં ઘડવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બાયડના રડોદરામાં પતિ એ પત્નિની હત્યા કરી

બાયડ (Bayad) તાલુકાના રડોદરા ગામે ઘરકંકાસને લઇને પતિએ પત્નિને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિએ ગત રાત્રી દરમ્યાન બોથડ પદાર્થ પત્નિને પેટના ભાગે મારતા ગંભીર રીતે ઘવાઇ હતી. તીવ્ર ફટકા ઝીંકવાને લઇને પત્નિનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. હત્યાની ઘટનાને પગલે બાયડ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસે હત્યાને લઇ તપાસ હાથ ધરી હતી.

ટેન્કરની અડફેટે કર્મચારીનુ મોત

અરવલ્લીના ધનસુરા બાયડ રોડ ઉપર સુથારી કંપા નજીક ટેન્કરે બાઇકને અડફેટે લીધુ હતુ. બાઇક ચાલક યુવક અર્પિત પટેલનુ અકસ્માતમાં મોત નિપજ્યુ હતુ. મૃતક અર્પિત પટેલ બાયડ તાલુકા પંચાયત (Bayad Talika Pancchayat) નો કર્મચારી હતો અને બોલુન્દ્રા ગામનો વતની હતો. હજુ એકાદ માસ અગાઉ જ તેના લગ્ન થયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

 આ પણ વાંચોઃ  Sabarkantha News Roundup: ઈડરમાં રથયાત્રાની તૈયારી, ગાંઠીયાલના જવાનની અંતિમ વિદાય, સખી મંડળમાં થઈ છેતરપિંડી

Next Article