Sabarkantha News Roundup: ઈડરમાં રથયાત્રાની તૈયારી, ગાંઠીયાલના જવાનની અંતિમ વિદાય, સખી મંડળમાં થઈ છેતરપિંડી

ઈડરમાં રથયાત્રા (Rathyatra)નું આયોજન પ્રતિવર્ષ રંગેચંગે કરવામાં આવતુ હોય છે. ગાંઠીયોલ ગામના આર્મી જવાનને 'ગાર્ડ ઓફ ઓનર' સાથે અંતિમ વિદાય અપાઈ હતી.

Sabarkantha News Roundup: ઈડરમાં રથયાત્રાની તૈયારી, ગાંઠીયાલના જવાનની અંતિમ વિદાય, સખી મંડળમાં થઈ છેતરપિંડી
Follow Us:
| Updated on: Jul 04, 2021 | 10:32 AM

ઈડરમાં રથયાત્રાને લઈ બેઠક અને રુટ નિરીક્ષણ

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના ઈડરમાં અષાઢી બીજે નીકળનારી રથયાત્રા (Rathyatra)ને લઈને તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પોલીસ અને નગર ઉત્સવ સમિતિ વચ્ચે રથયાત્રાના આયોજન અંગે બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા રુટ નિરીક્ષણ કાર્યવાહી કરવામાં આવી હતી. રથયાત્રા કાઢવા માટે પરવાનગીની તજવીજ હાથ ધરાતા, પોલીસ અને તંત્રએ કાર્યવાહી શરુ કરી હતી. શહેરમાં પોલીસે રુટ નિરિક્ષણ અને ફુટ પેટ્રોલીંગ કર્યુ હતુ.

કોરોના સંક્રમણ ઘટવાને લઈને રથયાત્રા નિકાળવા માટેની તજવીજ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે. કોરોના (Corona) સંક્રમણને ધ્યાને રાખીને ભીડ ના થાય અને લોકોના આરોગ્ય સુરક્ષાનું ધ્યાન રાખી રથયાત્રા નિકાળવા બેઠકમાં ચર્ચા કરાઈ હતી. જે મુજબ રથયાત્રાના નિયત રુટને ટૂંકાવવાની સંભાવનાઓને પણ વિચારવામાં આવી હતી. જોકે સ્પષ્ટ નિર્ણય પરવાનગી અપાયા બાદ સામે આવી શકે છે. ઈડર DySP દિનેશસિંહ ચૌહાણે (Dineshsinh Chauhan) રથયાત્રાના રુટની ચકાસણી અને સુરક્ષા બંદોબસ્તને લઈને કાર્યવાહી શરુ કરી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગાંઠીયોલના જવાનનું ફરજ દરમ્યાન નિધન

સાબરકાંઠા જીલ્લાના ઈડર (Idar) તાલુકાના ગાંઠીયોલ ગામના આર્મી જવાનનું નિધન ફરજ દરમ્યાન થયુ હતુ. આકસ્મિક કારણોસર જવાન જયદિપસિંહ જેતાવતનું નિધન થતા, તેમના પાર્થિવ દેહને વતન ગાંઠીયોલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય અપાઈ હતી. પશ્વિમ બંગાળમાં ફરજ બજાવતા, જયદિપસિંહ જેતાવત (Jaydeepsinh Jetavat)ના નિધનને લઈને વિસ્તારમાં ઘેરો શોક ફેલાયો હતો.

સ્વર્ગસ્થ જયદિપ સિંહના ભાઈ પણ આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે. આમ એક જ પરિવારના બે ભાઈઓ આર્મીમાં દેશ સેવા માટે જોડાયા હતા. આમ દેશદાઝની ભાવના ધરાવતા બે ભાઈઓની જોડીમાંથી એક ભાઈનું અકાળે નિધન થયુ હતુ.

હિંમતનગરમાં બાઈક ચોર ઝડપાયો

હિંમતનગર (Himmatnagar) શહેરમાં પોલીસની વધતી ધોંસને લઈને છેલ્લા કેટલાક સમયથી વાહનચોરીમાં ઘટાડો નોંધાયો છે. આ દરમ્યાન હિંમતનગર શહેરના બી ડીવઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા એક વાહન ચોરને ઝડપી પાડ્યો છે. બી ડીવીઝન પોલીસ મથકના PSI એ.વી. જોષીએ ડી સ્ટાફ મારફતે વોચ ગોઠવતા બાઈક ચોર યુવક તેમની જાળમાં ઝડપાયો હતો.

પોલીસે રાજસ્થાનના ઋષભદેવના ઢેલાણા ગામનો મનિષ કનૈયાલાલ પરમાર નામના શખ્શની ધરપકડ કરી હતી. જેની પાસેથી બે બાઈક ઝડપાયા હતા. જેમાંથી એક બાઈક રાજસ્થાનના ખેરવાડામાંથી ચોરી કરી હોવાનું કબુલ કર્યુ હતુ. આમ વધુ બાઈક ચોરી કરવાના ઈરાદે હિંમતનગર શહેરમાં મનિષ હતો એ દરમ્યાન જ તેને પોલીસે ઝડપી લીધો હતો.

તલોદઃ સખી મંડળમાં છેતરપિંડી

તલોદના દોલતાબાદ ગામે મહિલાઓની સખી મંડળની રકમની છેતરપિંડી આચર્યાનું સામે આવ્યુ છે. દોલતાબાદ ગામની મહિલાઓની લોન પાસ કરવાનું કહીને ધિરાણ મેળવી છેતરપિંડી આચરી છે. આરોપી બાબુભાઈ ચાવડાએ ગામની કેટલીક મહિલાઓની પાસે મહિલા ઉતકર્ષ અને વિકાસ સખી મંડળની સ્થાપના કરાવી હતી.

જે સખી મંડળ હેઠળ મળવા પાત્ર અલગ અલગ હેતુની લોન પાસ કરવા માટે બાબુભાઈએ સખી મંડળના ચેક મેળવ્યા હતા. જે ચેક આધારે ધિરાણ મેળવીને તેની રકમ 4.10 લાખ રુપિયા બારોબર ઉપાડી લઈ મહિલાઓને આપ્યા નહોતા. આમ મહિલાઓ માટેની ધિરાણની રકમ જ ઉપાડી લઈ  છેતરપિંડી આચરી હતી. જેને લઈ તલોદ પોલીસે બાબુલાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: Bhavnagar: DyCM નીતિન પટેલે 15 વર્ષ પહેલાની જર્જરિત સિવિલ હોસ્પિટલ જોઈને થયા વ્યથિત, નવું બિલ્ડીંગ બનાવવા માટે વિચારણા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">