Aravalli: મોડાસાની સરકારી ITI સંસ્થાની વિશાળ જગ્યામાં ભૂમાફિયાઓનો ડોળો, ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરુ

મોડાસા (Modasa) શહેરની વચ્ચે આવેલી સરકારી ITI સંસ્થામાં 3 હજાર વિધ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિશાળ કેમ્પસની બેહદ કિંમતી જગ્યા પર હવે ભૂમાફીયાઓનો ડોળા વર્તાઇ રહ્યા છે.

Aravalli: મોડાસાની સરકારી ITI સંસ્થાની વિશાળ જગ્યામાં ભૂમાફિયાઓનો ડોળો, ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરુ
ITI Modasa
Follow Us:
| Updated on: Sep 06, 2021 | 5:56 PM

અરવલ્લી જીલ્લાના મોડાસા (Modasa) શહેરમાં આવેલી ITI સંસ્થાને લઇને જમીન વિવાદ પેદા થયો છે. સંપાદનમાં જમીન આપનારે જ જમીનમાં ગેરરીતી આચરી હોવાના આક્ષેપ થયા છે. જેને લઇને આ મામલે તપાસ હાથ ધરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જમીન વિવાદને લઇને મામલાએ જીલ્લા ભરમાં ચકચાર જગાવી દીધી છે.

મોડાસામાં આવેલી ઔધૌગીક તાલીમ સંસ્થા (ITI Modasa) એટલે કે આઇટીઆઇનુ કેમ્પસ શહેરના મધ્ય હિસ્સામાં આવેલુ છે. તાલીમી સંસ્થાનુ કેમ્પસ પ્રાઇમ લોકેશન પર હોઇ સ્વભાવિક છે કે તેની પર જીલ્લા ભરના ભૂમાફિયાઓનો ડોળો હોઇ શકે છે. આ દરમ્યાન જ હવે સરકારી જમીનમાં જ ખાનગી લોકોના નામ રેકર્ડ પર દાખલ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થવા લાગ્યા છે. આ માટેના દસ્તાવેજો સાથેની રજૂઆત જિલ્લા કલેકટર ને કરવામાં આવી છે. તો આ મામલે પ્રાંત અધિકારી એ મામલતદાર (Modasa Mamltdar) પાસે અહેવાલ પણ માંગ્યો છે.

સરકારે 1963 ના દરમ્યાન ચોક્કસ રકમ ચુકવીને સરકારે શૈક્ષણિક હેતુ માટે ખરીદ કરીને સંપાદિત કરી હતી. જે પૈકીના જે તે વખતની જમીનદારના પુત્ર એ હવે અન્ય ખાનગી માણસોએ 19 નામ જમીનના દસ્તાવેજોમાં સામેલ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેઓ તે તમામ સામે ફોજદારી ગુન્હો દર્જ કરવાની માંગ પણ કરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જમીનને સંપાદનમાં આપનાર ના વારસદાર અને ફરિયાદી જીતુભાઇ પટેલે કહ્યુ હતુ કે, આ જગ્યા અમારા પિતાએ જેતે સમયે 1963 માં પુરા વળતર સાથે આપી હતી. શહેરની સંસ્થા અને જમીનને લઇને અમારી લાગણીઓ જોડાયેલી છે. માટે અમારી જાણમાં આ અંગે આવતા અમે કલેકટરને પત્ર લખી તપાસની માંગ કરી છે. અમે ગુન્હો દાખલ કરી આકરી સજા આ ભૂમાફિયાઓ વિરુદ્ધ કરવા માંગ કરી છે.

ફરીયાદીનો આક્ષેપ-ભૂમાફિયાઓનુ ષડયંત્ર

જીતુભાઇ પટેલના પિતા એ શૈક્ષણિક હેતુ માટેની સરકારને જમીનની જરુર હોઇ ખેતીની જમીન સરકારને રોકડ વળતર સાથે સંપાદનમાં આપી હતી. જેમાં અન્ય એક જમીનનો હિસ્સો અન્ય પરિવારે પણ આપ્યો હતો. જીતુ પટેલે આક્ષેપ કર્યો છે કે, બીજા વારસદારોએ જમીનમાં નામ ઘુસાડીને જમીન હડપ કરવાનો કારસો ઘડ્યો છે. આ મામલે તેઓએ આઇટીઆઇ નહી પરંતુ કલેકટરને ફરિયાદ કર્યાનુ કહ્યુ હતુ.

હાલ કશુ કહેવા કલેકટરનો ઇન્કાર

આ મામલે હાલ તો જીલ્લા કલેકટર નરેન્દ્ર મીણા (IAS Narendra Mina) એ કંઇ પણ કહેવાથી ઇન્કાર કર્યો હતો. તેઓ કહ્યુ છે કે, જ્યારે નિર્ણય થઇ જશે ત્યારે આ અંગે જાહેર કરવામાં આવશે. તો આઇટીઆઇ ના સત્તાવાળાઓએ પણ પોતાની પાસે કોઇ જ આવી ફરીયાદ નહી મળ્યાનુ સ્વિકાર કર્યો હતો. પરંતુ તમામ ટેક્ષ સંસ્થાના નામે હોવાનુ જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, જો અમારા ધ્યાને આવા દસ્તાવેજો રજૂ કરાશે તો જીલ્લા કલેકટરને સંસ્થા દ્વારા તપાસ માટે જાણ કરાશે.

સંસ્થામાં 3000 જેટલા વિધ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે

જો આ વિવાદને લઇને હાલ તો મોડાસામાં ચકચાર મચી છે. કારણ કે 3000 થી વધુ વિધ્યાર્થીઓ ધરાવતી આઇટીઆઇ સંસ્થા ની વિશાળ જમીન અત્યંત કિમતી છે. જે કરોડોની કિંમતની જમીનને વિવાદો થી દુર રાખવી અને ભૂમાફિયાઓથી સુરક્ષીત રાખવી પણ જરુરી છે. સવાલ એ છે કે સરકારી મિલ્કતની સુરક્ષા સરકારે કરવાને બદલે તપાસમાં હજુ પણ ઢીલાસની નીતી અનેક સવાલો ખડાં કરે છે.

આ પણ વાંચોઃ IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 8 માંથી 7 ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો અજીંક્ય રહાણે, તેની છેલ્લી 11 ટેસ્ટ પણ રહી બેરંગ!

આ પણ વાંચોઃ T20 World Cup 2021: પાકિસ્તાન માત્ર 5 બેટ્સમેન સાથે ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે , 15 સભ્યની ટીમની જાહેરાત કરી

g clip-path="url(#clip0_868_265)">