ફાર્મસીમાં ખાલી પડેલી સરકારી બેઠકો માટે 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

|

Jan 09, 2021 | 3:54 PM

ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં સરકારે ફરી પ્રવેશ પ્રક્રિયાની ખાસ મંજૂરી આપી છે સાથે આજે એડમિશન કમિટી દ્વારા નવો કાર્યક્રમ જાહેર કરાયો છે.જે મુજબ સરકારી બેઠકો માટે 8મીથી નવો ઓનલાઈન રાઉન્ડ થશે અને ખાનગી કોલેજો માટે 13મી સુધી ઓફલાઈન અરજી કરી શકાશે.

ફાર્મસીમાં ખાલી પડેલી સરકારી બેઠકો માટે 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

Follow us on

ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં સરકારે ફરી પ્રવેશ પ્રક્રિયાની ખાસ મંજૂરી આપી છે સાથે આજે એડમિશન કમિટી દ્વારા નવો કાર્યક્રમ જાહેર કરાયો છે.જે મુજબ સરકારી બેઠકો માટે 8મીથી નવો ઓનલાઈન રાઉન્ડ થશે અને ખાનગી કોલેજો માટે 13મી જાન્યુઆરી સુધી ઓફલાઈન અરજી કરી શકાશે.

મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ થોડા દિવસ પહેલા જ પૂર્ણ થતા બી ગ્રુપના અનેક વિદ્યાર્થીઓએ ફાર્મસીમાંથી પ્રવેશ કેન્સલ કરાવતા ફાર્મસીમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો ખાલી પડી છે. ફાર્મસીમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો ખાલી પડી છે, એલ.એમ.ફાર્મસી જેવી સૌથી જુની અને મોટી કોલેજમા 33 બેઠકો ખાલી પડી છે જેથી વિદ્યાર્થીઓને ઓછી ફીમાં ભણવાની તક મળી શકે તે માટે ખાસ નવા રાઉન્ડની મંજૂરી અપાઈ છે.નવા પ્રવેશ કાર્યક્રમ મુજબ સરકારી ખાલી બેઠકો માટે 8થી11મી સુધી ઓનલાઈન ચોઈસ કન્સેન્ટ અને ચોઈસ ફિલિંગ થશે અને 12મીએ ઓનલાઈન સીટ એલોટમેન્ટ થશે.14મી સુધી ફી ભરી શકાશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સરકારી સાથે ખાનગી કોલેજોમા પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી હોવાથી ખાનગી કોલેજો માટે પણ ખાસ ફરી પ્રવેશની મંજૂરી અપાઈ છે.ખાનગી કોલેજોમાં વેકેન્ટ ક્વોટામાં પ્રવેશની પ્રક્રિયા આમ તો ફાઈલ સબમિશન સાથે પુરી કરી દેવાઈ છે પરંતુ ફરી પ્રક્રિયા હેઠળ હવે વિદ્યાર્થી 13મી સુધી જે તે ખાનગી કોલેજ ખાતે રૂબરૂ જઈ અરજી કરી શકશે. કોલેજે 16મી સુધી મેરિટ બનાવી પ્રવેશ આપવાનો રહેશે અને 18મી સુધીમાં કોલેજે પ્રવેશ સમિતિ ખાતે ફાઈલ જમા કરી દેવાની રહેશે.

Next Article