Oxygen Express from Hapa : 85.23 ટન LMO સાથે હાપાથી હરિયાણા રવાના થઇ બીજી ઓક્સીજન એક્સપ્રેસ ટ્રેન

|

May 03, 2021 | 9:57 PM

Oxygen Express from Hapa : હાપાથી નીકળેલી આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન 1088 કિમીનું અંતર કાપી હરિયાણા પહોચશે.

Oxygen Express from Hapa : 85.23 ટન LMO સાથે હાપાથી હરિયાણા રવાના થઇ બીજી ઓક્સીજન એક્સપ્રેસ  ટ્રેન
Oxygen Express from Hapa

Follow us on

Oxygen Express from Hapa : ભારતીય રેલ્વે લિક્વિડ મેડિકલ ઓક્સિજનના ઝડપી પરિવહન દ્વારા કોવિડ મહામારીના ઉપચાર માટે મિશન મોડમાં ઓક્સિજનની ઉપલબ્ધતાની ખાતરી કરી રહ્યું છે. આના માધ્યમથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોના ઓપરેશન દ્વારા કોવિડ-19 દર્દીઓ માટે દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાત મુજબ મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તે જ દિશામાં પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ રાજ્યોમાં જીવન-રક્ષક ઓક્સિજનના પરિવહનની સાથે સાથે કોવિડ-19 સામે સંયુક્ત સંઘર્ષને શક્તિ પ્રદાન કરવા માટે ગુજરાતના હાપાથી હરિયાણાના ગુરુગ્રામ સુધી 85.23 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) થી ભરેલ બીજી ઓક્સિજન એક્સપ્રેસ સંચાલિત કરવામાં આવી.

1088 કીમીનું અંતર કાપી પહોચશે હરિયાણા
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ના ચાર 4 ટેન્કર વાળી એક રો-રો (RO-RO) સેવા 3 મે, 2021 ના રોજ 06:37 વાગ્યે ગુજરાતના હાપા (Oxygen Express from Hapa) થી રવાના થઈ,જે 4 મે, 2021 ના ​​રોજ સવારે હરિયાણાના ગુરુગ્રામ પહોંચશે.

આ ઓક્સિજન એક્સપ્રેસ લગભગ 85.23 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું વહન કરી રહી છે તથા તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે 1088 કિમીનું અંતર કાપશે. આ ઓક્સિજન ટેન્કર દ્વારા સપ્લાય કરવામાં આવેલ ઓક્સિજન દિલ્હી અને આજુ બાજુ ના વિસ્તારોમાં કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગ માટે પરિવહન કરવામાં આવશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મળી મદદ
હાપાથી આ ઓક્સીજન એક્સપ્રેસ ટ્રેન (Oxygen Express from Hapa) વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, મારવાડ જંકશન, અજમેર, ફાલના, રિંગસ અને રેવારી થઈને ચલાવવામાં આવી રહી છે. લિક્વિડ મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધિ મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રેઇલરોમાં પૂરી પાડવામાં આવી છે. અધિકારીએ વધુમાં માહિતી આપી કે હાપા ગુડ્સ શેડમાં વેગન પર સરળતાથી ઓક્સિજન ટેન્કરો લોડ કરવા માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ છે.

25 એપ્રિલના રોજ પહેલી ઓક્સીજન એક્સપ્રેસ રવાના થઇ
તાજેતરમાં 25 એપ્રિલ 2021 ના ​​રોજ પશ્ચિમ રેલ્વે દ્વારા ગુજરાતના હાપાથી (Oxygen Express from Hapa) મહારાષ્ટ્રના કલંબોલી સુધી લગભગ 44 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પરિવહન કરવામાં આવ્યું હતું. કલંબોલી સુધી શક્ય તેટલા ટૂંકા સમયમાં તેના પરિવહનની ખાતરી કરવા માટે ઓક્સિજન એક્સપ્રેસને અવરોધ વગરનો માર્ગ પૂરો પાડતા પ્રતિ કલાક 50 કિમીની ઝડપે દોડાવવામાં આવી હતી.

આ પણ વાંચો : COVID DUTY માં લાગેલા મેડીકલ સ્ટાફ માટે વડાપ્રધાન મોદીએ કરી મોટી જાહેરાત

Next Article