ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખો ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે તે પહેલા ગુજરાત સરકાર (Gujarat Govt) જનતા માટે રાહતોની લ્હાણી કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે ઉજ્જવલા યોજના ધારકોને વર્ષે બે ગેસ સિલિન્ડર (Gas cylinder) ફ્રી આપવાની જાહેરાત કરી છે. તો CNG અને PNGમાં 10 ટકા વેટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. ત્યારે મતદારોને રીઝવવા રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારે આજે મહત્વની જાહેરાતો કરી છે. રાજ્ય સરકાર દ્વારા ઉજ્જવલા યોજના હેઠળના LPG ધારકોને વર્ષે 2 સિલિન્ડર ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉજ્જવલા યોજનાના 38 લાખ LPG ધારકોને આ જાહેરાત પછી ફાયદો મળશે. તો નાગરિકોને રાહત આપવાથી રાજ્ય સરકાર ઉપર તેનો રૂ.1650 કરોડનો બોજો પડશે. તો બીજી તરફ LPG, CNG અને PNGના ધારકોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે CNG અને PNGમાં 10 ટકા વેટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. CNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કરતા રૂ.6-8 રૂપિયાનો ફાયદો છે. PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કરતા રૂ.5થી 6 રૂપિયાનો ફાયદો થયો છે. તો આ રાહત પેકેજ આપતા સરકારને રૂ.300 કરોડનો બોજો પડશે.
સમગ્ર જાહેરાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે ગુજરાત નેચર ગેસનું માળખુ ઊભુ કરવામાં અનેક નીતિ બનાવવામાં દેશમાં નંબર વન રહ્યુ છે. આ સિવાય પણ અનેક ક્ષેત્રમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત સતત વિકાસની પંથે આગળ વધી રહ્યુ હોવાનું નિવેદન જીતુ વાઘાણીએ આપ્યુ હતુ.
Published On - 3:07 pm, Mon, 17 October 22