ANKLESHWAR : ગડખોલ ફ્લાયઓવર ઉપર બેકાબુ કાર એસટી બસ સાથે અથડાઈ, અકસ્માતમાં 2 ના મોત 5 ઈજાગ્રસ્ત

|

Feb 10, 2022 | 3:47 PM

ભરૂચ-અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર ગડખોલ ફ્લાય ઓવર ના  ટી બ્રિજ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નીપજયા હતા.

ANKLESHWAR : ગડખોલ ફ્લાયઓવર ઉપર બેકાબુ કાર એસટી બસ સાથે અથડાઈ, અકસ્માતમાં 2 ના મોત 5 ઈજાગ્રસ્ત
બેકાબુ કાર સામેની લેનમાં બસ સાથે અથડાઈ હતી

Follow us on

ભરૂચ(Bharuch) જિલ્લાના જૂના નેશનલ હાઇવે(Old National Highway) ઉપરઅંકલેશ્વર(Ankleshwar)માં  ગડખોલ ફ્લાયઓવર(Gadkhol Flyover) ના  ટી બ્રિજ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત(Accident) સર્જાતા બે યુવાનોના મોત નીપજયા હતા. જ્યારે પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલ(Civil Hospital Bharuch)માં સારવાર માટે ખસેડાયા હતા . જ્યાં ઇજાગ્રસ્તોની તબિયત સુધારા ઉપર હોવાની જાણવા મળી રહ્યું છે.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતો 25 વર્ષીય ફરહાન ઉસ્તાદ અને ઝારખંડનો મિત્ર કાર નંબર જી.જે.19 એ.એ 5554માં ભરૂચ-અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. બુધવારે મધરાતે અઢી કલાકે પુરઝડપે પસાર થતી વેળા ગડખોલ ફ્લાય ઓવરબ્રિજ નજીક તેમણે આર્ટિગાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી સામેની લેનમાં પહોંચી ગઈ હતી. અનુમાન મુજબ ઠંડકના વાતાવરણમાં કાર ચાલકને ઝોકું આવી ગયું હોવાના કારણે વાહન બેકબુ બની સામેની લેનમાં ચાલ્યું ગયું હોવાનું માનવામાં આવે છે.

બેકાબુ વાહન ઉપર ચાલાક કાબુ મેળવે તે પૂર્વે  કાર સામેની લેનમાં આવી રહેલી એસ.ટી.બસ નંબર- જી.જે 18. ઝેડ 7633 માં કાર ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બે વાહનો વચ્ચેની ટક્કર એટલી જબરદસ્ત હતી કે એસટી બસને પણ ઘણું નુકસાન થયું હતું.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

અકસ્માતના પગલે અન્ય વાહનચાલકોએ તાત્કાલિક દોડી આવી વાહનના કાટમાળમાંથી બે ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ  ધરી હતી બીજી તરફ બસમાં સવાર જીતેન ઠાકોર, હકુભાઈ સહિત અન્ય 5 થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર બંને યુવાનોનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજયું હતું.  અકસ્માત અંગેની જાણ શહેર પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ  વળી ગયો હતો જ્યારે ST બસનો આગળનો ભાગે નુકસાન પહોંચ્યું હતું.

 

આ પણ વાંચો : BHARUCH : હાંસોટમાં શિક્ષકે ગુરુ – શિષ્યાના પવિત્ર સંબંધને લજવ્યો, પોલીસે શિક્ષકની અટકાયત કરી

 

આ પણ વાંચો : ANKLESHWAR : ચાલુ વર્ષે કેરીની મિઠાશ માણવા લાંબો ઇંતેજાર કરવો પડશે, ધુમ્મ્સ અને ઝાકળનાં કારણે આંબાવાડીઓનો મોટાભાગનો મોર ખરી ગયો

Next Article