Ankleshwar : નવરાત્રી દરમ્યાન જોવા મળે છે અનોખી પરંપરા, પુરુષો સ્ત્રીવેશ ધારણ કરી કરે છે માં ની આરાધના

|

Oct 10, 2021 | 6:21 PM

અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવવા આજની યુવા પેઢી પણ જોડાઈ રહી છે. નવરાત્રી દરમ્યાન ઘેર નૃત્યમાં પરંપરા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે.

Ankleshwar  : નવરાત્રી દરમ્યાન જોવા મળે છે અનોખી પરંપરા, પુરુષો સ્ત્રીવેશ ધારણ કરી કરે છે માં ની આરાધના
Gheraiya Folk Dance

Follow us on

નવરાત્રી દરમ્યાન આદિવાસી સમાજ દ્વારા અનોખી પરંપરાને અનુસરવામાં આવે છે.સામાન્યરીતે જે પ્રકારે માતાની આરાધનામાં ગરબે ઘુમવામાં આવે છે તે પ્રકારે આદિવાસી યુવાનો ઘેર નૃત્ય કરે છે. આ નૃત્ય સાથે કેટલીક અનોખી અને વિચિત્ર ગણી શકાય તેવી પરંપરા જોડાયેલી  છે જેમાં પુરુષો સ્ત્રી વેશ ધારણ કરે છે.

અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવવા આજની યુવા પેઢી પણ જોડાઈ રહી છે. નવરાત્રી દરમ્યાન ઘેર નૃત્યમાં પરંપરા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. અંકલેશ્વર ચોર્યાસી ભાગોળ ના આદિવાસી સમાજના યુવાનો 9 દિવસ સ્ત્રી વેશ ધારણ કરી ગૃહ ત્યાગ કરે છે. નવ દિવસ ઘેર મંડળ ઘેર ધારણ કરી વિવિધ સ્થળોએ યોજાતા શેરી ગરબા અને માતાના મંદિરે ઘેર નૃત્ય કરે છે.

દાન માં મળતા અનાજ અને ભેટની મદદથી સમાજ અને ધર્મના ઉત્થાન માટે ખર્ચ કરે છે. દાયકાઓ પૂર્વે અંકલેશ્વરમાં 5 થી વધુ ધેરૈયા મંડળી હતી જે હવે એક માત્ર સક્રિય રહી છે. અંકલેશ્વર માં વસતા આદિવાસી સમાજમાં નવરાત્રી દરમિયાન પુરુષ દ્વારા સ્ત્રી વેશ ધારણ કરાય છે. સ્ત્રી વેશ ધારણ કરેલ યુવાન ઘેરૈયાની 20 થી 30 સભ્યો ની ટોળકી ગરબા -દાંડિયા સાથે ઘેર નૃત્ય કરે છે. નવ દિવસ માતાજી આરાધના માં લિન બની પરિવાર તેમજ ઘર નો ત્યાગ કરી તેઓ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ ગરબા સ્થળ તેમજ વિવિધ મંદિરમાં ઘેર પહેરી ઘેરૈયા નૃત્ય રજૂ કરે છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરા એક તબક્કે અંકલેશ્વર ગ્રામ્ય અને શહેર ની 5 થી વધુ મંડળી આ આધ્યાત્મિક વારસો જાળવવા ઘેર નૃત્ય રજૂ કરતી હતી જે આજે પરંપરા વિસરાઈ રહી છે. હાલ એક માત્ર હાલ અંકલેશ્વર ચોર્યાસી ભાગોળ ખાતે આવેલ માતાજી મંદિર ના ભક્તો અને સ્થાનિક આદિવાસી સમાજના યુવાનો આ ઘેર પરંપરા ને જીવંત રાખી છે. ચાલુ વર્ષે ઘેર પરંપરા જાળવવા આજની યુવા અને તરુણ પેઢી આગળ આવી છે અને આ કઠોર તપશ્ચર્યા રૂપી ધેર નૃત્ય રૂપી માતાજી ની આરાધના માટે છેલ્લા એક મહિના થી પરિશ્રમ કરી આ નૃત્ય શીખી છે અને નવરાત્ર દરમ્યાન મંદિર થી નીકળી ઘેર નૃત્ય કરે છે.

ઘેરૈયા મંડળી સભ્ય રાકેશ વસાવાએ જણાવ્યું હતું કે તેઓ માં અંબાના ભક્ત છે અને માતાના ઘેરૈયા તરીકે ઓળખાય છે. સમાજ અને ધારેમન વિકાસ માટે તેઓ ઘેર નૃત્ય કરે છે. કોરોના કાળમાં ૨ વર્ષ ઘેરૈયા મંડળી ગરબે ઘુમી નથી. આ કળા તેમને વારસામાં મળી છે અને પરંપરાને સમાજના નાના બાળકોને તાલીમ આપી જીવંત રાખવા પ્રયાસ કરાઈ રહયા છે.

 

આ પણ વાંચો :   શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ, પિતા સચિને જ ગળું દબાવી માતા મહેંદીની હત્યા કરી હોવાનો ખુલાસો

 

આ પણ વાંચો : VADODARA : ગાંધીનગર SOG અને LCB પોલીસની ટીમ મહેંદી પેથાણીની હત્યાના સ્થળે પહોંચી

Published On - 6:18 pm, Sun, 10 October 21

Next Article