આણંદમાં ત્રિપલ અકસ્માત, કાર-રિક્ષા-બાઈક વચ્ચેના અકસ્માતમાં 6 લોકોના મોત, કારમાંથી મળી MLA GUJARAT લખેલી પ્લેટ

|

Aug 11, 2022 | 11:07 PM

આણંદમાં (Anand) સોજીત્રાના ડાલી ગામમાં આજે ત્રિપલ અકસ્માત (Triple accident) થયો હતો. આણંદમાં કાર, બાઈક અને રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આણંદમાં ત્રિપલ અકસ્માત, કાર-રિક્ષા-બાઈક વચ્ચેના અકસ્માતમાં 6 લોકોના મોત, કારમાંથી મળી  MLA GUJARAT લખેલી પ્લેટ
Triple accident in Anand
Image Credit source: tv9 gfx

Follow us on

રક્ષાબંધનના હર્ષોઉલ્લાસના તહેવારની ઊજવણી વચ્ચે ગુજરાતમાં બપોર પછી એક પછી એક દુર્ધટના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આજે ઘણી જગ્યાએ અકસ્માતની ઘટના નોંધાય છે. આણંદમાં (Anand) સોજીત્રાના ડાલી ગામમાં આજે ત્રિપલ અકસ્માત (Triple accident) થયો હતો. આણંદમાં કાર, બાઈક અને રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે જે રસ્તા પર ત્રિપલ અકસ્માત થયો તે રસ્તો મરણચીસ્સોથી ગૂંજી ઉઠયો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેદવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 5 લોકોના મોત થયા હતા અને હમણા સુધી 6 લોકોના મોત થયા છે. આ મૃતકોના મૃતદેહોને સોજીત્રા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોટન માટે ખસેડાયા છે.

કાર, બાઈક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા આ ત્રિપલ અકસ્માતમાં માતા અને 2 પુત્રી સહિત કુલ 6 લોકોના મોત થયા છે. જેના કારણે રક્ષાબંધનના ખુશીના અવસર પર મૃતકોના પરિવારમાં માતમ છવાયો હતો. અકસ્માતની જાણ થતા જ સોજીત્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરુરી કામગીરી હાથ ધરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આણંદના ત્રિપલ અકસ્માતના મૃતકોના નામ

1) જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 14, સરનામું- સોજીત્રા, નવાઘરા
2) જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 17, સરનામું- સોજીત્રા, નવાઘરા
3) વિણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 44, સરનામું- સોજીત્રા, નવાઘરા
4) યાસીનભાઈ મોહમ્મદભાઈ વ્હોરા, ઉંમર 38, સરનામું- સોજીત્રા, અબ્દુલ રજીદ પાર્ક સોજીત્રા (રીક્ષા ચાલક)
5) યોગેશભાઈ રાજેશભાઈ રમણભાઈ ઓડ, ઉંમર 20, સરનામું- બોરીયાવી, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, આણંદ
6) સંદીપભાઈ ઠાકોરભાઈ ઓડ, ઉંમર 19, સરનામું- બોરીયાવી, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, આણંદ

કાર ચાલકની ગંભીર બેદરકારી આવી સામે

મળતી માહિતી અનુસાર કાર ચાલકની બેદરકારીને કારણે આ ઘટના બની છે. હાલ કાર ચાલક ઈજાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે. આ અકસ્માતમાં કાર ચાલાક વિરુધ કલમ 304 અનુસાર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કારમાંથી મળી MLA GUJARAT લખેલી પ્લેટ

આણંદમાં થયેલા આ ત્રિપલ અકસ્માતના આરોપીનું નામ કેતન રમણભાઈ પઢીયાર છે. તેની ઉંમર 42 વર્ષ જણાવવામાં આવી છે. આ અકસ્માતમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આ કારમાંથી MLA GUJARAT લખેલી પ્લેટ મળી આવી છે. તેવામાં આ પ્લેટ આ આરોપી પાસે કઈ રીતે આવી ? તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

કોંગ્રેસના MLAનો જમાઈ છે આરોપી

મળતી માહિતી અનુસાર આ ત્રિપલ અકસ્માતનો આરોપી કેતન રમણભાઈ પઢીયાર એ કોંગ્રેસના એક ધારાસભ્યનો જમાઈ છે. કહેવાય રહ્યુ છે કે MLAના જમાઈએ દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો.

 

Published On - 10:27 pm, Thu, 11 August 22

Next Article