કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો ત્રીજો દિવસ : આણંદ તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમ

|

Jun 12, 2022 | 7:27 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  (Amit shah)10 જૂનથી ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન તેઓ આજે આણંદમાં પદવીદાન સમારંભમાં સામેલ થશે. તેમજ  આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો ત્રીજો દિવસ : આણંદ તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમ
Home Minister Amit Shah ( File photo )

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Central home minister Amit Shah)આજે રવિવારે ગુજરાત પ્રવાસ દરમિયાન આણંદની મુલાકાતે છે. તેઓ આજે રવિવારે ઇરમાના (IRMA- Institute of Rural Management Anand )પદવીદાન સમારંભમાં સામેલ થશે. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગરમાં વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  (Amit shah)10 જૂનથી ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન તેઓ આજે આણંદમાં પદવીદાન સમારંભમાં સામેલ થશે. તેમજ  આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે.  ત્યાર બાદ તેઓ ગાંધીનગર પહોંચશે અને બપોરે ગાંધીનગર મહાનગર પાલિકા તેમજ GUDA ના કાર્યક્રમમાં હાજરી આપશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહનો આણંદ ખાતેનો કાર્યક્રમ

12મી જૂને સવારે 10.35 વાગ્યે કૃષિ યુનિવર્સિટીના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે હેલિકોપ્ટર દ્વારા આવશે. 10.45 સવારે અમિત શાહ કૃષિ યુનિવર્સીટીથી તેઓ ઇરમાના 41માં પદવીદાન સમારંભમાં અમિતશાહ હાજરી આપવા રવાના થશે. 10.45 થી બપોરે દોઢ વાગ્યા સુધી અમિત શાહ ઈરમા ખાતે રોકાશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કેન્દ્રીય ગૃહમંત્રીનો ગાંધીનગર તેમજ અમદાવાદનો અંદાજિત કાર્યક્રમ

અમિત શાહ ગાંધીનગરમાં અંદાજિત 280 કરોડના કામોનું લોકાર્પણ કરશે. તેમજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે . સાથે જ ગાંધીનગર મહાનગર પાલિકા હસ્તકના 198 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તો ગુડા હસ્તકના 81 કરોડના પ્રોજેકટને લીલી ઝંડી આપશે. સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે 134 જેટલા આવસનો ડ્રો પણ કરવામાં આવશે.

ઉપરાંત આજે સાંજે  તેઓ અમદાવાદના શેલામાં નવાં તળાવનું લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે.

ગત રોજ દીવમાં અમિત શાહે INS ખૂકરી મેમોરિયલનું લોકાર્પણ કર્યું હતુ. તેમજ સમુદ્રી સરહદની સુરક્ષા અંગેની સમીક્ષા કરી હતી. દરમિયાન તેમની દીવ મુલાકાત પહેલા જ કેન્દ્રશાસિત પ્રદેશમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ કિરીટભાઈ વાજા, પૂર્વ પ્રમુખ બી.એમ.માચી, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલ, દીવ જિલ્લાના પ્રભારી જીજ્ઞેશ પટેલ, દીવ નગરપાલિકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ અમૃતા અમૃતલાલ, જિલ્લા મહામંત્રી મોહનભાઈ બામણિયાની ઉપસ્થિતિમાં સેંકડો લોકો ભાજપમાં જોડાયા હતા અને જણાવ્યું હતું કે દીવનો વિકાસ આપણે ઈચ્છીએ છીએ અને જે રીતે શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રે દીવનો વિકાસ થઈ રહ્યો છે.

Next Article