Anand: એલ.આઇ.સી. એમ્પ્લોઈઝ યુનિયન પણ હડતાલમાં જોડાયું, બે દિવસ બધી કામગીરી બંધ

દેશભરમાં કોલસા, સ્ટીલ, દૂરસંચાર, પોસ્ટ વિભાગ, બેંક, વીમા કંપની, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો તેમજ ખાનગી કંપનીઓના કરોડો કર્મચારી મિત્રો દેશ હિતમાં, સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપવા બે દિવસની આ હડતાળમં જોડાયા છે.

Anand: એલ.આઇ.સી. એમ્પ્લોઈઝ યુનિયન પણ હડતાલમાં જોડાયું, બે દિવસ બધી કામગીરી બંધ
LIC નડિયાદ ડિવિઝનની વિવિધ શાખાના સભ્યો બે દિવસની હડતાળમાં જોડાયા છે.
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 28, 2022 | 6:28 PM

સરકાર (Government) ની કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી તેમજ સામાન્ય જનતા વિરોધી નીતિઓના વિરોધમાં દેશના દસ જેટલા મુખ્ય કેન્દ્રીય શ્રમ સંગઠનો (Central labor unions) તેમજ સ્વતંત્ર ફેડરેશન, એસોસિયેશન દ્વારા સંયુક્ત રીતે તા. 28,29 માર્ચ 2022ના રોજની બે દિવસની હડતાળ (Strike) નો કોલ આપવામાં આવ્યો છે. એલ.આઇ.સી.માં વર્ગ 3 અને 4 માં બહુમતી સભ્ય સંખ્યા ધરાવતું એક માત્ર ટ્રેડ યુનિયન AIIEA ના નેજા હેઠળ નડિયાદ ડિવિઝનની વિવિધ શાખાના સભ્યો બે દિવસની હડતાળમાં જોડાયા છે.

યુનિયને જણાવ્યું કે અમે LICના IPOનો દેશ હિતમાં વિરોધ કરી રહ્યા છીએ. અમે વીમા ક્ષેત્રે FDIનો વિરોધ કરી રહ્યા છીએ. અમે GICની ચાર કંપનીના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છીએ. અમે વહાલા વીમેદારો ના પ્રીમિયમ ઉપર લેવામાં આવતો GST રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છીએ. અમે નવા કર્મચારી મિત્રો માટે નવી પેન્શન સ્કીમ NPSનો પૂરજોશ માં વિરોધ કરી તેને રદ્દ કરી અને 1995ની જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી કરી રહ્યા છીએ. અમે રિટાયર્ડ કર્મચારી મિત્રો માટે ના ફેમિલી પેન્શનની રકમ માં વધારો કરવાની માંગણી કરી રહ્યા છીએ તેમજ પેન્શન અપગ્રેડેશનની માંગણી કરી રહ્યા છીએ. અમે કર્મચારી વિરોધી લેબર કોડ નો વિરોધ કરી રહ્યા છીએ અને વધુ સારી સેવા આપવા માટે વર્ગ 3 તેમજ વર્ગ 4 માં નવી ભરતી કરવાની માંગણી કરી રહ્યા છીએ.

દેશભરમાં કોલસા, સ્ટીલ, દૂરસંચાર, પોસ્ટ વિભાગ, બેંક, વીમા કંપની, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો તેમજ ખાનગી કંપનીઓના કરોડો કર્મચારી મિત્રો દેશ હિતમાં, સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપવા બે દિવસની આ હડતાળમં જોડાયા છે.  કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને વિવિધ ક્ષેત્રોના સ્વતંત્ર ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે સરકારની જનવિરોધી આર્થિક નીતિઓ અને શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં બે દિવસની હડતાળનું આહ્વાન કર્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં શ્રમ સંહિતા નાબૂદ કરવી, કોઈપણ પ્રકારનું ખાનગીકરણ બંધ કરવું, નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (NMP) નાબૂદ કરવું, મનરેગા હેઠળ વેતનની ફાળવણીમાં વધારો કરવો અને કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવાનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચોઃ રાજકોટ : સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદ, નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચોઃ રાજ્યના 7 મહાનગર અને 2 નગરપાલિકામાં આવતીકાલથી ફરી શરૂ થશે મધ્યાહન ભોજન યોજના, શિક્ષણ પ્રધાન કરાવશે યોજનાનો પ્રારંભ

g clip-path="url(#clip0_868_265)">