આગામી રથયાત્રાને પગલે આણંદના બોરસદમાં મોડી રાત્રે પોલીસ દ્વારા ડ્રોન પેટ્રોલિંગ કરાયું

|

Jun 27, 2022 | 6:06 PM

આણંદ જિલ્લામાં તાજેતરમાં ખંભાત અને બોરસદમાં થયેલી કોમી હિંસાને લઇ આણંદ પોલીસ એક્શન મોડમાં છે. જિલ્લામાં આગામી તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આણંદ પોલીસ તકેદારીના ભાગ રૂપે પેટ્રોલિંગ કરી રહ્યું છે.

આગામી રથયાત્રાને પગલે આણંદના બોરસદમાં મોડી રાત્રે પોલીસ દ્વારા ડ્રોન પેટ્રોલિંગ કરાયું
drone patroling in Borsad

Follow us on

આગામી 1 જુલાઈના રોજ અષાઢી બીજ હોવાથી રાજ્યભરમાં સંખ્યાબંધ શહેરોમાં રથયાત્રા (Rathyatra) નીકળવાની છે. આવી જ કેટલીક રથયાત્રાઓ આણંદ (Anand) જિલ્લામાં પણ નીકળવાની છે. આણંદ જિલ્લામાં આણંદ શહેર ઉપરાંત બોરસદ સહિતના તાલુકા લેવલના શહેરોમાં પણ રથયાત્રા નીકળતી હોવાથી પોલીસે (Police) ખાસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત પોલીસ કેટલીક હાઈટેક સુરક્ષા વ્યવસ્થા પણ કરવા જઇ રહી છે જેમાં ડ્રોન મારફત પેટ્રોલિંગ કરવાનો પણ સમાવેશ થાય છે. આણંદ જિલ્લાની પોલીસે આવા જ ડ્રોન સર્વેલન્સ સાથેના પેટ્રોલિંગનું બોરસદમાં આયોજન કર્યું હતું

આણંદ પોલીસ દ્વારા જિલ્લામાં જુદા જુદા સ્થળો પર રથયાત્રા નીકળશે તેથી રૂટ પર ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લામાં તાજેતરમાં ખંભાત અને બોરસદમાં થયેલી કોમી હિંસાને લઇ આણંદ પોલીસ એક્શન મોડમાં છે. જિલ્લામાં આગામી તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આણંદ પોલીસ તકેદારીના ભાગ રૂપે પેટ્રોલિંગ કરી રહ્યું છે. આણંદના બોરસદમાં મોડી રાત્રે ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ વખતે પોલીસ રથયાત્રાને લઈને વિશેષ ચોકસાઈ રાખી રહી છે. અમદાવાદમાં પણ રથયાત્રાને પગલે પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી એકશન મોડમાં આવી ગઈ છે. અમદાવાદમાં પણ ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. અમદવાદમાં રથયાત્રાના રૂટ પર ઘણા બઘા ડ્રોન એક સાથે ઉડાડીને તેની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. રથયાત્રાના દિવસે આ બધાં ડ્રોન ઉડતાં રહેશે અને ધાબા પરથી કોઈ ભાંગફોડની પ્રવૃત્તી કરવાની કોશિશ કરે તો તરત તેને પકડી શકાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ભાવનગરમાં પણ રાજ્યની બીજા નંબરની રથયાત્રા નીકળે છે. ત્યાં આ વર્ષે 37મી રથયાત્રા નીકળશે. જેની સુરક્ષા માટે રેન્જ આઈજી, એસ.પી., 2 એ.એસ.પી., 15 ડી.વાય.એસ.પી.(Dysp), 35 પી.આઈ., 107 પી.એસ.આઈ. ફરજ પર સજજ રહેશે તો ભાવનગર પોલીસની સાથોસાથ જૂનાગઢ, જામનગર સહિતના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, મહિલા પોલીસ કર્મચારી એલ.આર.ડી. ટ્રાફીક પોલીસ, ઘોડેસવાર, એસ.આર.પી.એફ, બી.એસ.એફ. પેરા મિલિટરી ફોર્સ સહિત 5000 ઉપરાંત પોલીસ જવાનો ફરજ બજાવશે. રથયાત્રા ઉપર સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. બે વર્ષ બાદ નીકળી રહેલી આ રથયાત્રા માટે નગરજનો પણ ઉત્સાહમાં છે સાથે સાથે જિલ્લા તંત્ર પણ રથયાત્રા માટે સજજ થઈ ગયું છે.

Next Article