Anand: ટ્રેકટર પર સવાર થઇ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, તેમની સરળતાએ જીત્યુ સૌનું દીલ

રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ (Jitubhai vaghani ) આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની શાળાઓની મુલાકાત લઇ આંગણવાડી અને શાળામાં પ્રવેશ પાત્ર ભૂલકાઓ - બાળકોને આત્મીયભાવે શાળા પ્રવેશ કરાવ્યો હતો.

Anand: ટ્રેકટર પર સવાર થઇ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, તેમની સરળતાએ જીત્યુ સૌનું દીલ
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ટ્રેકટર પર સવાર થઇને શાળાએ પહોંચ્યા
Dharmendra Kapasi

| Edited By: Tanvi Soni

Jun 25, 2022 | 3:57 PM

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાળા શિક્ષણની સ્થિતિ બદલવા અને બાળકોના પ્રારંભિક શિક્ષણને વેગ આપવા 2003થી શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવના (Shala Praveshotsav) 17માં ચરણનો ગુજરાતમાં (Gujarat) પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ રૂપી શિક્ષણના મહાયજ્ઞ શરુ થયો છે. આ મહાયજ્ઞના બીજા દિવસે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ (Jitubhai vaghani ) આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની શાળાઓની મુલાકાત લઇ આંગણવાડી અને શાળામાં પ્રવેશ પાત્ર ભૂલકાઓ – બાળકોને આત્મીયભાવે શાળા પ્રવેશ કરાવ્યો હતો. જો કે આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીની સાદગીએ સૌનું દિલ જીતી લીધુ હતુ. તેઓ ટ્રેકટર લઇને કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તો સાથે જ જમીન પર બેસીને બાળકો સાથે વાતચીત કરી હતી.

ટ્રેકટર લઇ કાર્યક્રમમાં પહોંચ્યા શિક્ષણમંત્રી

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઉમરેઠ તાલુકાના લીંગડા, પરવટા અને થામણા ગામોની શાળાની મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીની સરળતાએ બાળકોની સાથે તેમના વાલીઓ અને ઉપસ્થિત ગ્રામજનોના દિલ જીતી લીધા હતા. પરવટા ગામે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ટ્રેકટર લઇને શાળાએ પહોંચ્યા હતા. જેવા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં પહોંચ્યા તે સમયે શાળામાં ઉપસ્થિત બાળકોએ તેમનું હર્ષભેર સ્વાગત કર્યું હતું.

બાળકો સાથે જમીન પર બેસી ગયા શિક્ષણ મંત્રી

જે નિહાળી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સ્ટેજ તરફ જવાના બદલે સીધા જ બાળકો જ્યાં નીચે બેઠા હતા ત્યાં, તે તરફ તેમની વચ્ચે પહોંચી જઈ, તેમને ખૂબ જ આત્મીયભાવે મળી, તેમની પાસે નીચે જ બેસી જઈએ, તેમને વ્હાલભેર તેડી, બાળકોની સાથે તેમની જેમ જ બાળસહજ ભાષામાં વાર્તાલાપ કર્યો હતો. જે નિહાળી શાળાના પટાંગણમાં બેઠેલા બાળકોની સાથે તેમના વાલીઓ અને ઉપસ્થિત ગ્રામજનોને ગુજરાતના શિક્ષણ મંત્રીની સરળતા સ્પર્શી ગઈ હતી.

બાળકો સ્વચ્છ ભારતના મિશનને સાકાર કરવામાં સહભાગી બન્યા

શિક્ષણ મંત્રીની આ સરળતા અને આત્મીયતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના રૂટના અન્ય લીંગડા ગામની શાળાની મુલાકાત દરમિયાન પણ જોવા મળી હતી, જેને ત્યાં ઉપસ્થિત બાળકો – વાલીઓ અને ગ્રામજનોએ ઉત્સાહ સાથે તાળીઓથી વધાવી લીધી હતી. શિક્ષણ મંત્રીએ આ તકે પરવટા પ્રાથમિક શાળાના પટાંગણમાં ભૂલકાઓએ ચોકલેટ ખાઈને નીચે નાખેલા ચોકલેટના કાગળો નિહાળતાની સાથે જ નીચે વળી તે કાગળો વીણીને પોતાની કોટીના ખિસ્સામાં નાખી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનને સાચા અર્થમાં સાકાર કરવા સૌને સહભાગી બનવાની પ્રેરણા પૂરી પાડી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati