AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#75YearsOfAmul : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું, આજે 21મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ ગુજરાતની આગેવાની

મુખ્યપ્રધાને કહ્યું, દેશની એકતા અખંડિતતાના જ્યોર્તિધર સરદાર સાહેબના માર્ગદર્શનમાં દૂધ ઉત્પાદકોની એકતાની શકિતથી શરૂ થયેલી દૂધ મંડળી અમૂલ વર્લ્ડ બ્રાન્ડથી આજે વટવૃક્ષ બની ગઇ છે.

#75YearsOfAmul : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું,  આજે 21મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ ગુજરાતની આગેવાની
CM Bhupendra patel said that today in the 21st century, Gujarat is also leading in the cooperative sector
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 7:25 PM
Share

ANAND : અમુલના 75 વર્ષ પૂર્ણ થતા આ પ્રસંગે યોજાયેલા અમૃત મહોત્સવમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અમૃત ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતુ કે, આઝાદી પહેલાં બ્રિટીશરો સામે અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે ર૧મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતની દૂધ સહકારી ચળવળની આ સફળતા એ સરદાર સાહેબના વિઝનને જ આભારી છે.

તેમણે ગુજરાતમાં સરદાર પટેલની હાકલથી ત્રિભૂવનદાસ પટેલે સહકારી ચળવળનો આરંભ કર્યો હતો તે બાબતનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતના બે સપૂત ગાંધીજી અને સરદાર સાહેબની જોડીના સફળ પ્રયાસોથી દેશમાં સહકારિતાનો પાયો નંખાયો હતો. જેને ગુજરાતના બે પનોતાપુત્રો શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઇ શાહ એ સહકારથી સમૃદ્ધિની નવી દિશા આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર કેન્દ્ર સરકારમાં અલાયદો સહકાર વિભાગ શરૂ કરીને આપી છે.

મુખ્યપ્રધાને ઉમેર્યું હતુ કે, દેશની એકતા અખંડિતતાના જ્યોર્તિધર સરદાર સાહેબના માર્ગદર્શનમાં દૂધ ઉત્પાદકોની એકતાની શકિતથી શરૂ થયેલી દૂધ મંડળી અમૂલ વર્લ્ડ બ્રાન્ડથી આજે વટવૃક્ષ બની ગઇ છે. સૌના સાથ સૌના વિકાસનો અને આત્મનિર્ભર ભારતનો મંત્ર અમૂલ પરિવારે સાકાર કર્યો છે. આજે અમૂલ બ્રાંડ વિશ્વભરમાં વિખ્યાત છે અને તે સમગ્ર વિશ્વમાં એક પ્રેરણાનો સ્રોત બની છે.એટલું જ નહીં, સમગ્ર વિશ્વમાં સહકારીતાના પ્રતિક તરીકે પ્રખ્યાત છે.

તેમણે અમૂલ એ માત્ર શ્વેત ક્રાંતિની પ્રક્રિયા અંગેની વાત નથી પરંતુ સશક્તિકરણનું સર્વશ્રેષ્ઠ મોડલ પણ છે. આજે “અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડીયા” એ તો એક એવી પંચલાઇન બની ગઇ છે કે દૂધ એટલે અમૂલ જ એવો ભાવ જન-જનમાં જાગ્યો છે. દૂધ એટલે અમૂલ એવો હવે પર્યાય બની ગયો છે અને દૂધમાંથી થતી અન્ય પેદાશોનું વેલ્યુએડીશન કરીને અમૂલે હોલિસ્ટીક એપ્રોચથી વ્હાઇટ રિવોલ્યુશનની આગવી ભાત ઉપસાવી છે. આઝાદીના અમૃત મહોત્સવ અને અમૂલનો પણ અમૃત મહોત્સવનો આ સુયોગ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો પથ કંડાર્યો છે, તેમ જણાવ્યું હતુ.

ગુજરાતે પંચાયતી રાજ વ્યવસ્થામાં જેમ જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતોનું ત્રીસ્તરિય માળખું વિકસાવ્યું છે. તેમ દૂધ સહકારી માળખું પણ થ્રી ટાયર છે. તેમ જણાવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં દૂધ મંડળીઓની સાથે દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા નોંધપાત્ર વધારાનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષોમાં દૂધ મંડળીઓ જે 7600 હતી તે વધીને 18,565 થઇ છે. એટલું જ નહીં, દૂધ ઉત્પાદકોની સંખ્યા જે બે દાયકા પહેલા 21 લાખ હતી જે વધીને 36 લાખથી વધુ થઇ ગઇ છે. જે પૈકી પૈકી 11 લાખ મહિલા દૂધ ઉત્પાદકો છે. નારી સશકિતકરણ દૂધ અને પશુપાલનના વ્યવસાય દ્વારા ગુજરાતની ગ્રામીણ બહેનોએ સાકાર કર્યુ છે. દૂધ ઉત્પાદકોને સતત દૂધના સારા ભાવ મળવાને કારણે ગુજરાતમાં કુલ દૂધ ઉત્પાદન જે બે દાયકા પહેલા 1.6 કરોડ લિટર હતું તે વધીને 4.3 કરોડ લિટર પ્રતિ દિવસ થઇ ગયું છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">