Anand: પ્રિ-મોન્સુન એકશન પ્લાનની સમીક્ષા બેઠક યોજાઈ, કલેક્ટરે અધિકારીઓને આટલી તકેદારી રાખવા સુચના આપી

|

May 19, 2022 | 7:43 PM

સમીક્ષા બેઠકમાં જે સ્થળોએ વોટર લોગીંગના પ્રશ્નો રહેતા હોય તેવા સ્થળોની સ્થળ મુલાકાત લઇ વોટર લોગીંગના પ્રશ્નો ન રહે અને ગટર-કાંસની સાફ-સફાઇ સમયસર થઇ જાય તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

Anand: પ્રિ-મોન્સુન એકશન પ્લાનની સમીક્ષા બેઠક યોજાઈ, કલેક્ટરે અધિકારીઓને આટલી તકેદારી રાખવા સુચના આપી
Anand Collector meeting

Follow us on

આણંદ (Anand) માં જિલ્લા કલેકટર (Collector) મનોજ દક્ષિણીએ આગામી ચોમાસા (Monsoon) ની ઋતુને ધ્યાનમાં રાખીને ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે એક બેઠક મળી હતી જેમાં સંબંધિત અધિકારીઓને વિવિધ સુચનાઓ આપવાની સાથે ચોમાસામાં ખાસ તકેદારી રાખવા જણાવાયું હતું.

કલેકટર ઓફિસ ખાતે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન એકશન પ્લાનની જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં જે સ્થળોએ વોટર લોગીંગના પ્રશ્નો રહેતા હોય તેવા સ્થળોની સ્થળ મુલાકાત લઇ વોટર લોગીંગના પ્રશ્નો ન રહે અને ગટર-કાંસની સાફ-સફાઇ સમયસર થઇ જાય તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

કલેકટરે જિલ્લામાં જયાં જર્જરિત મકાનો હોય તો તેવા મકાનોની ખાતરી કરી આવા જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તમામ અધિકારીઓને ગામ-તાલુકા અને જિલ્લા કક્ષાનો વિગતવાર એકશન પ્લાન ઘડી કાઢવાની સાથે જિલ્લા-તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવાનું જણાવી બચાવ-રાહત કામગીરીના તમામ સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ તેની યોગ્ય ચકાસણી કરાવી લેવા પણ જણાવ્યું હતું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કલેકટરે સ્થળાંતરના સંજોગો ઉપસ્થિત થાય તો તેના આશ્રયસ્થાનોની જરૂરી ચકાસણી કરવાની સાથે, સામાજિક-સેવાભાવી-સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત એન.સી.સી./એન.એસ.એસ., તરવૈયાઓ, હોમગાર્ડઝના જવાનોની યાદી તૈયાર રાખવા ઉપરાંત સરકારી/ખાનગી જેસીબી મશીનો, ક્રેઇન, ટ્રેકટર, ડમ્પરની વિગતો તૈયાર કરવા પણ સુચવ્યું હતું.  કાંસની યોગ્ય સાફ-સફાઇ કરવાની સાથે ખાસ કરીને આણંદ, બાકરોલ, વિદ્યાનગર, આંકલાવ, ગામડી જેવા શહેરી-ગ્રામ્યના જે વિસ્તારોમાં ભૂતકાળમાં પાણી ભરાવાના પ્રશ્નો રહેતા હોય તે વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી મુશ્કેલીઓ ન પડે તેવું આગોતરૂં આયોજન કરવાની સાથે કચરાનો પણ યોગ્ય નિકાલ થાય તે જોવા સુચવ્યું હતું.

તેમણે વધુમાં ચોમાસાની ઋતુ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓનો પુરવઠો જળવાઇ રહે તે જોવાનું જણાવી સંબંધિતોને જોખમી વૃક્ષો, ઝાડી-ઝાંખરા જે નડતરરૂપ હોય તે ઉતારી લેવા જણાવ્યું હતું. કલેકટરે એમ.જી.વી.સી.એલ અને વાહનવ્યવહારના અધિકારીઓને તેઓના શીડયુલ ખોરવાઇ ન જાય તેની વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતું. જિલ્લાના તમામ અધિકારીઓને ચોમાસાની ઋતુ દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય પોતાનું હેડકવાર્ટર ન છોડવાની તાકીદ કરી રેસ્કયુ-રીલીફ ટીમની રચના કરવા અને સંબંધિતોને તાલીમબધ્ધ કરવા સુચવ્યું હતું. તેમણે વધુમાં રીસ્પોન્સ ટીમ બનાવવાનું સૂચન કરી પ્રજાજનોને કોઇપણ પ્રકારની હાલાકી ન પડે તે જોવા પર ભાર મૂકયો હતો.

જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ સ્વચ્છ ભારત મિશન-ગ્રામણી અંતર્ગત જિલ્લામાં રચવામાં આવનાર સ્વચ્છ પંચાયત સમિતિની વિગતો આપી ચોમાસાની ઋતુ દરમિયાન પ્રિ-મોન્સુન એકશન પ્લાન મુજબની કામગીરી થાય તે જોવાનું સૂચવી તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ સતત ચાલુ રહે અને તમામ પ્રકારની માહિતી સંબંધિતોને સમયસર મોકલી આપવામાં આવે તે માટેની કાળજી રાખવા જણાવ્યું હતું.

Published On - 6:14 pm, Thu, 19 May 22

Next Article