Anand: ‘વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ’ અંતર્ગત 9 જુનથી 15 જુન સુધી યોજાશે મેળો, કલેક્ટરે લીધી તૈયારીઓની માહિતી

|

Jun 08, 2022 | 6:48 PM

આણંદમાં (Anand) વિદ્યાનગર રોડ પર વૃંદાવન ગ્રાઉન્ડ પર ”વંદે ગુજરાત 20 વર્ષના સાથ 20 વર્ષનો વિશ્વાસ” અંતર્ગત 50 સ્ટોલ સાથે એક મેળો યોજાશે.

Anand: વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ અંતર્ગત 9 જુનથી 15 જુન સુધી યોજાશે મેળો, કલેક્ટરે લીધી તૈયારીઓની માહિતી
Anand

Follow us on

આણંદ (Anand) શહેરમાં 9 જુનથી 15 જુન સુધી “વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ” અંતર્ગત વિકાસ યાત્રા અને જિલ્લા કક્ષાના મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સાત દિવસનો મેળો વૃંદાવન ગ્રાઉન્ડમાં યોજાશે. વિદ્યાનગર રોડ પર આવેલા આ કાર્યક્રમના આયોજનના પગલે આણંદ જિલ્લા કલેક્ટર (Anand District Collector) મનોજ દક્ષિણીના (Manoj Dakshini) અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

રમત ગમત વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો

આણંદમાં વિદ્યાનગર રોડ પર વૃંદાવન ગ્રાઉન્ડ પર ”વંદે ગુજરાત 20 વર્ષના સાથ 20 વર્ષનો વિશ્વાસ” અંતર્ગત 50 સ્ટોલ સાથે એક મેળો યોજાશે. આ મેળામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ખેતીવાડી, બાગાયાત, આત્મા પ્રોજેકટ, આર્યુવેદ, અમુલ, સખીમંડળો, ખંભાતના અકીકની બનાવટો ઉપરાંત અન્ય સ્ટોલ રાખવામાં આવવાના છે. રમત ગમત વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

જિલ્લા કલેક્ટરે તૈયારીઓની સમીક્ષા કરી

મેળાના આયોજનના પગલે આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી દ્વારા આ મેળાની વ્યવસ્થા માટે વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મેળાની સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ મેળામાં સ્ટોલની સાઇઝ, સ્ટાફ વ્યવસ્થા, વાહન પાર્કિંગ વ્યવસ્થા, ટોઇલેટની સુવિધા, સલામતી અને સુરક્ષા વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આ મેળાના મુલાકાતીઓને કોઇ હાલાકી ન પડે તે માટે યોગ્ય તકેદારીઓ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.

કલેક્ટરે આપ્યુ જરૂરી માર્ગદર્શન

કલેકટરે મેળામાં જરૂરી અને માળખાકીય સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓએ સાથે થયેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આ મેળાનો લાભ લેવા આણંદ જિલ્લાની જનતાને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગઢવી સહિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આઇસીડીએસ, બાગાયાત, આર્યુવેદ, આત્મા પ્રોજેકટ, ખેતીવાડી, અમુલ, રમત ગમત વિભાગના અધિકારીઓ અને આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર રહ્યા હતા.

Next Article