Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli News : અમરેલી શહેરમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમૃત કળશ યાત્રા યોજાઈ

રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં દેશના દરેક ગામ અને દરેક શહેરોમાંથી એકઠી કરાયેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. આ સમગ્ર કાર્યક્ર્મના ભાગરૂપે બીજા ચરણમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાની ખાસ હાજરીમાં અમરેલી નગરપાલિકાના વિવિધ વોર્ડમાં મંગળવારે રાત્રિના 'અમૃત કળશ' યાત્રા યોજાઈ હતી.

Amreli News : અમરેલી શહેરમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમૃત કળશ યાત્રા યોજાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 6:04 PM

આઝાદીના અમૃત મહોત્સવ ના ભાગ રૂપે હર્ષોલ્લાસ સાથે સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આગામી તારીખ 6 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી “મારી માટી-મારો દેશ” અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં દેશના દરેક ગામ અને દરેક શહેરોમાંથી એકઠી કરાયેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. આ સમગ્ર કાર્યક્ર્મના ભાગરૂપે બીજા ચરણમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાની ખાસ હાજરીમાં અમરેલી નગરપાલિકાના વિવિધ વોર્ડમાં મંગળવારે રાત્રિના ‘અમૃત કળશ’ યાત્રા યોજાઈ હતી.

‘મારી માટી મારો દેશ’ અને ‘ભારત માતા કી જય’ ના જયઘોષ સાથે અમરેલીના નગરજનો સાથે નાયબ મુખ્ય દંડકએ નગરપાલિકાના આ વિવિધ વોર્ડમાં ફરી રહેણાંક વિસ્તારો, દુકાનો, હૉસ્પિટલ સહિતના સ્થાનોથી અક્ષત અને માટી એકત્ર કરી અને કુંભમાં એકઠાં કર્યા હતા.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

આ કાર્યક્ર્મ હેઠળ આગામી દિવસો દરમ્યાન પણ નગરપાલિકા વિસ્તારમાં આ ‘અમૃત કળશ’ યાત્રા ચાલુ રહેશે. આ સમગ્ર યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામો માંથી એકત્ર કરાયેલી માટીને ‘અમૃત કળશ’માં ભરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવી રહી છે. સમગ્ર ગુજરતામાં આ પ્રકારે કાર્યક્ર્મનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Amreli: ધારી તાલુકા પંચાયતના મહિલા સભ્યએ ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, ચેરમેન પદે નિમણુક ન થતા હતા નારાજ-Video

રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં ‘અમૃત વન’ તૈયાર કરવામાં આવશે, જેમાં આ માટી દ્વારા છોડ રોપવામાં આવશે. ‘અમૃત કળશ’ યાત્રા કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો સ્થાનિક અગ્રણીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">