Pipavav port: ગ્લોબલ રાની શિપ પર જામનગર DRIના દરોડા, પ્રતિબંધિત ઇરાનથી આવતા 3800 ટન ડામર અને શિપ જપ્ત કરાયાં

ઇરાનમાંથી કાર્ગોની આયાત પર પ્રતિબંધ હોવાથી ઇરાક દર્શાવી ડામરનો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો હતો, જોકે જામનગર ડીઆરાઆઈને આ અંગે બાતમી મળતાં તેણે પીપાવાવ પોર્ટ પર દરોડો પાડ્યો હતો જેમાં 3800 ટન ડામરનો જથ્થો જેની કિંમત રૂ 10 કરોડ જેટલી થવા જાય છે તે જપ્ત કર્યો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 4:55 PM

દેશમાં ઇરાન (Iran) માંથી કાર્ગોની આયાત પર પ્રતિબંધ હોવાથી ઇરાનને બદલે ઇરાક (Iraq) દર્શાવી ડામરનો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જોકે જામનગર (Jamnagar) ડીઆરાઆઈને આ અંગે બાતમી મળતાં તેણે પીપાવાવ પોર્ટ પર દરોડો પાડ્યો હતો, જેમાં 3800 ટન ડામરનો જથ્થો જેની કિંમત રૂ 10 કરોડ જેટલી થવા જાય છે તે જપ્ત કર્યો હતો

જોકે અત્યાર સુધી ડામર મગાવનાર પેઢીના માલિકની ધરપકડ કરવામાં આવી નથી. આ ડામર જામનગરની કોઈ પેઢીએ મંગાવ્યો હોવાનું અને રાજકીય ઈશારે ધરપકડ ટળી હોવાનો પણ ગણગણાટ ચાલી રહ્યો છે.

આયાતકારો  ડ્યુટી બચાવવા માટે જે દેશો પર પ્રતિબંધ હોય તેવા દેશમાંથી માલ-સામાન ભરીને અન્ય માન્ય દેશમાંથી શીપ આવ્યાનું દર્શાવીને માલ-સામાન લાવતા હોવાનું રેકેટ રેવન્યુ ઈન્ટેલિજન્સે પકડી પાડ્યુ હતું. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) જામનગર દ્વારા પીપાવાવ પોર્ટ ખાતે આવેલા જહાજમાં આ બાબતે દરોડો પાડીને કાર્ગો તથા જહાજને સીઝ કરવામાં આવ્યું છે.

કાર્ગો જહાજ ગ્લોબલ રાની 3800 ટન બિટુમીન (ડામર)નો કાર્ગો ભરીને પીપાવાવ બંદર ખાતે આવ્યું હતું. જહાજ બંદર પર આવતાની સાથે જ શંકાના પરિઘમાં ઘેરાયું હતું. અગાઉથી મળેલી બાતમીના આધારે ડીઆરઆઇ જામનગરની ટુકડી દ્વારા જહાજ ગ્લોબલ રાની ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો અને તમામ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ડીઆરઆઇના હાથમાં શંકાસ્પદ દસ્તાવેજો આવી ગયા હતા. કન્ટ્રી ઓફ ઓરિજીન સર્ટિફિકેટમાં કાર્ગોમાં જહાજ લોડ કર્યાનું બંદર ઈરાક દર્શાવાયું હતું જે હકીકતે ઈરાન હતું. પીપાવાવ ખાતેની એપીએમ ટર્મીનલ પર ઇરાનથી આવતા તમામ પ્રકારના કાર્ગો પર પ્રતિબંધ છે. આવા પ્રકારનો પ્રતિબંધ હોવા છતાં દસ્તાવેજોમાં જહાજ પર માલ ચડાવ્યાનું સ્થળ જુદું દેખાડી અને ચેડા કરી કાર્ગો લાવવામાં આવ્યો હોવાનું ફલિત થયું હતું.

આ પણ વાંચોઃ વલસાડ : રાજ્યમાં સૌ-પ્રથમ અતિઆધુનિક ફ્લોટિંગ જેટી અને મત્સ્ય ઉતરણ કેન્દ્ર બનાવવાના કામનો ઉમરસાડીમાં શુભારંભ

આ પણ વાંચોઃ Surat: જિલ્લા કૃષિ વિભાગે ભાસ્કર સિલ્ક મિલમાં દરોડા પાડતા ગેરકાયદેસર નીમ કોટેડ યુરિયાનો જથ્થો ઝડપાયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">