ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવ્યુ, સાવર્ત્રિક વરસાદને પગલે મોટાભાગની નદીઓ અને ડેમ છલકાયા

|

Sep 16, 2022 | 8:40 AM

ભાવનગરનો શેત્રુંજી અને ઉપલેટાનો (Upleta) મોજ ડેમ ઓવરફ્લો થયો, તો જામનગરનો રણજીતસાગર ડેમ અને મોરબીનો (Morbi) મચ્છુ ડેમ પણ છલકાવવાની તૈયારીમાં છે.

ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવ્યુ, સાવર્ત્રિક વરસાદને પગલે મોટાભાગની નદીઓ અને ડેમ છલકાયા
Dams and rivers overflow in Gujarat

Follow us on

ગુજરાતમાં(Gujarat)  છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ફરી અનેક વિસ્તારોને ધમરોળી રહ્યા છે. સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં અવિરત વરસાદને (heavy rain) કારણે જીવાદોરી સમાન અનેક ડેમો છલોછલ થયા છે.ભાવનગરનો શેત્રુંજી અને ઉપલેટાનો (Upleta) મોજ ડેમ ઓવરફ્લો થયો. તો જામનગરનો રણજીતસાગર ડેમ અને મોરબીનો (Morbi) મચ્છુ ડેમ પણ છલકાવાની તૈયારીમાં છે. બીજી તરફ ગીર સોમનાથ (gir somnath) અને દેવભૂમિ દ્વારકામાં વરસાદે ફરી તારાજી સર્જી. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થતાં પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. આ તરફ સુરતમાં તાપી નદી પરનો કોઝવે તેમજ હરિપુરાનો કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયા.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ગુજરાતની અનેક નદીઓમાં ફરી પૂરની સ્થિતિ સર્જાઇ

અવિરત વરસાદને પગલે સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતની (South gujarat) અનેક નદીઓમાં ફરી પૂરની સ્થિતિ સર્જાઇ.નદીઓ બે કાંઠે વહેતી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો.તો ભુજમાં રાજાશાહી વખતનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓવરફ્લો થતાં કચ્છી માડુઓના હૈયે હરખની હેલી ઉમટી છે.

Next Article