Breaking News: રાજુલાના પીપાવાવ પાસે ગુડ્સ ટ્રેનની અડફેટે એક સિંહનું મોત, ફેન્સિંગ કરેલું હોવા છતાં સર્જાયો અકસ્માત, જુઓ Video

અમરેલીના રાજુલા નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે એક સિંહનું મોત થયું છે. કુલ બે સિંહ અને બે સિંહણ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગુડ્સ ટ્રેન આવતાં બે સિંહને અડફેટે લીધા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 1:22 PM

Amreli : અમરેલીના રાજુલા નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે એક સિંહનું મોત થયું છે. કુલ બે સિંહ અને બે સિંહણ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગુડ્સ ટ્રેન આવતાં બે સિંહને અડફેટે લીધા હતા. આ દરમિયાન ઈમર્જન્સી બ્રેક મારતા આગળ જઈ રહેલી બે સિંહણ બચી ગઈ હતી. ઈજાગ્રસ્ત એક સિંહને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Amreli: ચલાલા નજીક વાવડી ગામમાં સાવજોના ટોળાની લટાર CCTVમાં કેદ – જુઓ Video

ઘટનાને લઈ પાણીતાણા શેત્રુંજી ડિવિઝનના DCF, RFO સહિત વનવિભાગના કાફલાએ ઘટનાસ્થળે તપાસ કરી છે. ગુડ્સ ટ્રેનની સ્પીડ 50 હોવાના દાવા પર વનવિભાગ ટ્રેનચાલકનું નિવેદન લેશે. મહત્વનું છે કે રેલવે ટ્રેકની આસપાસ કરોડો રૂપિયાના ખર્ચે ફેન્સિંગ કરવામાં આવેલું છે. પરંતુ આ ફેન્સિંગ શોભાના ગાંઠીયા સમાન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સિંહના અકસ્માતનો સિલસિલો હજુ સુધી અટક્યો નથી.

અગાઉ પણ આ રૂટ પર 10 જેટલા સિંહના મોત થઈ ચૂક્યા છે. જેને લઈ વન્યજીવ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. તો સિંહ અકસ્માત મામલે વનમંત્રી મુળુભાઈ બેરાએ નિવેદન આપ્યુ છે. ભવિષ્યમાં આવા પ્રકારની ઘટના ના બને તે માટે સૂચના આપવામાં આવી છે. તેમજ આગામી સમયમાં ગાર્ડની સંખ્યામાં વધારવામાં આવશે. જો જરુર પડશે તો સિંહના વાઢની હાઈટમાં પણ વધારો કરવામાં આવશે.

( વીથ ઈનપુટ – જયદેવ કાઠી, કિંજલ મિશ્રા ) 

 અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">