Amreli: મહિલાને કેસ પાછો ખેંચવાને લઈ 4 શખ્સોએ માર્યો માર, આ મામલે નોંધાઈ ફરીયાદ

|

May 09, 2022 | 4:15 PM

અમરેલી શહેરમાં મહિલા સાથે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના કુંકાવાવ રોડ પર રહેતી એક મહિલાને કેસ પાછો ખેંચી લેવાનુ કહી ચાર શખ્સોએ મારમારી કરીને ઇજા પહોંચાડી હતી.

Amreli: મહિલાને કેસ પાછો ખેંચવાને લઈ 4 શખ્સોએ માર્યો માર, આ મામલે નોંધાઈ ફરીયાદ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Amreli: શહેરમાં મહિલા સાથે મારામારી (Fights with women) થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના કુંકાવાવ રોડ પર રહેતી એક મહિલાને કેસ પાછો ખેંચી લેવાનુ કહી ચાર શખ્સોએ મારમારી કરીને ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. મહિલાએ આ ઘટનાને લઈને અમરેલી તાલુકા પોલીસ (Amreli Police) મથકમા ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે, મહિલાને મારમાર્યાની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગરમા બની હતી.

કુંકાવાવ રોડ પર રહેતા મુમતાજબેન યુનુસભાઇ કેરૂન નામની મહિલાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે, તેમના ઘર પાસે જમીલાબેન ગફારભાઇ, ફરીદાબેન મજીદભાઇ, સમીર મજીદભાઇ અને શીફાબેને અમારી ઉપર કેસ કેમ કર્યો અને તમે કેસ પાછો ખેંચી લો તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત આ શખ્સોએ બોલાચાલી કરી વાળ પકડી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. હાલ આ મામલે હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરવાડીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રાજુલામાં સિંહની પજવણી કરનાર શખ્સની વન વિભાગે ધરપકડ કરી

અમરેલીના રાજુલામાં સિંહની પજવણી કરનાર શખ્સની વન વિભાગે ધરપકડ કરી છે. રાહુલ બલદાણીયા નામના શખ્સ સાથે વન વિભાગે ટ્રેક્ટર કબજે કર્યું હતું અને આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો.રાજુલા કોર્ટે શખ્સને જામીન આપ્યાં છે. મહત્વનું છે કે રાજુલાના બર્બટાણા ગામમાં સિંહ પાછળ ટ્રેકટર દોડાવી તેને પરેશાન કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઇ ટીવીનાઇન પર અહેવાલ પ્રસારીત કરાયો હતો.અહેવાલ બાદ પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના DCF જયન પટેલ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા. અમરેલીના રાજુલામાં ટીવી નાઇનના અહેવાલની અસર હેઠળ સિંહની પજવણી મામલે તપાસના આદેશ અપાયા હતા. બર્બટાણા ગામમાં સિંહ પાછળ ટ્રેકટર દોડાવી તેને પરેશાન કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.જે પછી રાજુલા બૃહદ રેન્જ વનવિભાગમાં એક શખ્સ સામે ગુનો નોંધાયો હતો.

Published On - 4:14 pm, Mon, 9 May 22

Next Article