Amreli: વડિયાનો સુરવો ડેમ 80 ટકા ભરાયો, નદીના પટમાં ન જવા ચેતવણી
છેલ્લા અઠવાડિયાથી થઈ રહેલા વરસાદને (Rain) કારણે ફરીથી વડિયા ગામનો સુરવો ડેમ ફરીથી ભરાઈ ગયો છે. ત્યારે રેડિયો ઓપરેટર દ્વારા નદીના પટમાં ન જવા માટે સ્થાનિકોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ નીચાણવાસમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
અમરેલીમાં (Amreli) છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ છેલ્લા અઠવાડિયાથી થઈ રહેલા વરસાદને (Rain) કારણે ફરીથી વડિયા ગામનો સુરવો ડેમ ફરીથી ભરાઈ ગયો છે. ત્યારે રેડિયો ઓપરેટર દ્વારા નદીના પટમાં ન જવા માટે સ્થાનિકોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ નીચાણવાસમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે. અમરેલી તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે શ્રીકાર વર્ષા થઈ છે. અમરેલી (Amreli) જિલ્લાના વડીયા ગામમાં આ વખતે સારા વરસાદને કારણે જિલ્લાની વિવિધ નદી અને ડેમમાં નવા નીર આવ્યા છે અને સુરવો ડેમમાં સતત નવા નીરની આવક થતા ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. સતત પાણી ભરાવાને કારણે ખેડૂતો માટે સિંચાઇના પાણીની રાહત થઈ ગઈ છે.
થોડા સમય પહેલા પણ ભરાઈ ગયો હતો સુરવો ડેમ
સુરવા ડેમની જળસપાટી વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને અગ્રણીઓ દ્વારા નવા જળના વધામણા પણ કરવામાં આવ્યા હતા. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ભારે વરસાદના પગલે ચેકડેમ છલકાયો જેના કારણે નદીમાં પણ ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે થોડો સમય વરસાદે વિરામ લેતા પાણી ઓસરવા લાગ્યા હતા. તો એક દિવસ પહેલા આવેલા વરસાદને કારણે ધારી તેમજ આંબરડીમાં રસ્તાઓ ઉપર નદીઓ વહેવા લાગી હતી. તેમજ ગીર કાંઠાના ગામમાં ભારે વરસાદ થતા શેત્રુંજી નદીમાં પૂર આવી ગયું હતું. અમરેલીમાં જૂન મહિનાથી વરસાદનું સારું પ્રમાણ રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ધારી, ચલાલા, સાવરકુંડલા, બાબરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ગામમાં પાણી વહી નીકળ્યા હતા. આજે પણ અમરેલીના ગ્રામ્ય વિસ્તારો તેમજ ધારી (Dhari)માં વરસાદ પડ્યો હતો. ધારીના રાજુલા પંથક તેમજ શહેરમાં અને હિંડોરણા, છતડીયા આસપાસના ગામડાના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
ગીર સોમનાથમાં પણ વરસાદથી હાલાકી
તો બીજી તરફ ગીર સોમનાથ પંથકમાં પણ ભારે વરસાદી ઝાપટાને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા ગીર સોમનાથ ના તાલાળા તાલુકાના વાડલા ગામે દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જાય છે પાણી ભરાઈ જતા રસ્તા પરથી વાહનોને પસાર થવું મુશ્કેલભર્યું બની જાય છે ભારે વરસાદમાં ગામમાં પ્રવેશ બંધ થઈ જતા ગામ વિખુટું જ પડી જાય છે આથી ગ્રામજનોએ તાકીદે રસ્તો બનાવવા માંગણી કરી છે.