Amreli: દરિયાકાંઠે લગાડવામાં આવ્યું 3 નંબરનું સિગ્નલ, મહારાષ્ટ્રની બોટ જાફરાબાદમાં લાંગરવામાં આવી

|

Aug 10, 2022 | 10:46 PM

જાફરાબાદના (Jafrabad) દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં જોવા મળેલા કરંટને પગલે મહારાષ્ટ્રની 20 જેટલી બોટ (Boat) જાફરકબાદના દરિયાકિનારે લાંગરી દેવામાં આવી હતી,

Amreli: દરિયાકાંઠે લગાડવામાં આવ્યું 3 નંબરનું સિગ્નલ, મહારાષ્ટ્રની બોટ જાફરાબાદમાં લાંગરવામાં આવી
Amreli: Signal number 3 posted on coast

Follow us on

હાલમાં રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે, ત્યારે સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકાંઠે ભારે પવન અને સૌરાષ્ટ્રના  દરિયામાં ભારે  કરંટ જોવા મળ્યો હતો અને અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું. હાલમાં જાફરાબાદના (Jafrabad) દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં જોવા મળેલા કરંટને પગલે મહારાષ્ટ્રની 20 જેટલી બોટ  (Boat) જાફરકબાદના દરિયાકિનારે લાંગરી દેવામાં આવી હતી.

મહારાષ્ટ્રની બોટ જાફરાબાદમાં લાંગરવામાં આવી

દરિયામાં કરંટ જોવા મળતા મહારાષ્ટ્રની 20 જેટલી બોટો જાફરાબાદના કિનારે પહોંચી હતી તો જાફરાબાદની માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટો રાત સુધીમાં દરિયાકાંઠે પહોંંચશે. મહારાષ્ટ્રની વધુ 50 જેટલી બોટ પણ જાફરાબાદના દરિયાકાંઠે લાંગરાશે. દરિયામાં તોફાનની શક્યતાઓને ધ્યાને લઈને બોટો કિનારા તરફ આવતી થઈ છે. જાફરાબાદ બંદર પર 500 ઉપરાંતની બોટોના થયા ખડકલા થયા છે.

 

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

વેરાવળના દરિયામાં કરંટ અને પવનને પગલે તૂટી ગઈ બોટ

નોંધનીય છે કે બે દિવસથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજથી સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં (Arabian Sea) સર્જાયેલા લો પ્રેશરને કારણે ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું હતું. તેમજ 10થી 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે તાકીદ કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાઈ લો પ્રેશર આગામી 48 કલાકમાં વધુ સક્રિય બની શકે છે.

ગીર સોમનાથમાં કોડીનારના મૂળ દ્વારકાના દરિયાકિનારે  (Arabian Sea) બની હતી. બોટ માલિકની બોટમાં માછીમારો દરિયામાં માછીમારી (Fishermen) કરવા માટે ગયા હતા, પરંતુ ભારે પવન અને વરસાદી વાતાવરણને કારણે તેઓ દરિયામાંથી પરત આવી ગયા હતા. જોકે બોટ કાંઠે આવી ગયા બાદ માછીમારો તેને સરખી લાંગરી શકયા નહોતા અને ભારે પવનને કારણે બોટ સતત હાલક ડોલક થતી હતી અને દરિયાના મોજાની થપાટો અને પવનને કારણે છેવટે બોટ તૂટી ગઈ હતી. કાંઠે ઉભેલા લોકો નજીક હોવા છતાં બોટને સુરક્ષિત લાંગરવામાં મદદ કરી શકયા નહોતા તેમજ અંદરથી માલ પણ કાઢી શકાયો નહતો અને થોડીક જ વારમાં હાલકડોલક થતી બોટ વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. જોકે બોટની અંદર બેઠેલા માછીમારો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા અને સદભાગ્યે જાનહાનિ ટળી ગઈ હતી.

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં ભારે વરસાદની આગાહી વચ્ચે લોઢવા ગામે જાણે વાવાઝોડું આવી ગયું હોય તેમ તોફાની પવન સાથે પડેલા વરસાદે થોડી વારમાં ભારે તારાજી કરી હતી અને પવનને કારણે વીજપોલ, વૃક્ષો અને છાપરાં ઉડી ગયા હતા તેમજ રહેણાંક વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું.

Published On - 10:44 pm, Wed, 10 August 22

Next Article