Amreli: સિન્ટેક્ષ કંપની દ્વારા જમીન ઉપર દબાણ કરવાના આક્ષેપ સાથે સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન

|

Aug 01, 2022 | 8:49 PM

અમરેલી (Amreli) જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામમાં આવેલ સિન્ટેક્ષ કંપની આવેલી છે, અહીં નાગેશ્રી ગામના ખેડૂત અલગ અલગ ત્રણ વ્યક્તિઓ ખાતેદાર છે, આ જમીન (Land) ટોચ મર્યાદાની હતી અને કંપની દ્વારા તેમના ઉપર દબાણ કર્યા હોવાનો અનુૂસૂચિત સમાજના લોકો દ્વારા આક્ષેપ લગાવ્યો હતો.

Amreli: સિન્ટેક્ષ કંપની દ્વારા જમીન ઉપર દબાણ કરવાના આક્ષેપ સાથે સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન

Follow us on

અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ (Jafrabad) તાલુકાની લુણસાપુર ગામની સિન્ટેક્ષ કંપની દ્વારા અનુસૂચિત જાતિના સમાજની જમીન ઉપર દબાણ કર્યાના આક્ષેપ સાથે વિરોધ પ્રદશન કરાયું હતું તેમજ કંપની સામે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. અમરેલી (Amreli) જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામમાં આવેલ સિન્ટેક્ષ કંપની આવેલી છે, અહીં નાગેશ્રી ગામના ખેડૂત અલગ અલગ ત્રણ વ્યક્તિઓ ખાતેદાર છે, આ જમીન (Land) ટોચ મર્યાદાની હતી અને કંપની દ્વારા તેમના ઉપર દબાણ કર્યા હોવાનો અનુૂસૂચિત સમાજના લોકો દ્વારા આક્ષેપ લગાવ્યો હતો.

અરજદારો દ્વારા સ્થાનિક અને વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કર્યા બાદ હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને ત્યારબાદ કલેકટર (Collector) સમક્ષ હુકમ કર્યો હતો અને આખો વિવાદ કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે, ત્યારે આજે થોડીવાર માટે મામલો ઉગ્ર બન્યો હતો, આ ઘટનામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે ડી.વાય.એસ.પી.સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

જોકે થોડીવાર માટે કંપની પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી, આશરે 80 વિઘા ઉપરાંત જમીન આવેલ છે. આખો વિવાદ આજે વધુ ઉગ્ર બન્યો હતો, અહીં દલિત સમાજના અગ્રણી વાઘજીભાઈ જોગદીયાની આગેવાની હેઠળ મહિલાઓ સહિત સિન્ટેક્ષ કંપની સામે સુત્રોચાર સાથે કંપનીમાં પ્રવેશ કરી જમીન જાતે ખાલી કરાવવાની માંગ કરી હતી, આ વચ્ચે દલિત સમાજ અગ્રણી વાઘજીભાઈ જોગદીયા એ સિન્ટેક્ષ કંપની દ્વારા દાદાગીરી કર્યાનો પણ આરોપ લગાવ્યો છે, જોકે આ મુદ્દે સિન્ટેક્ષ કંપની દ્વારા મીડિયા સમક્ષ કઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી

જોકે ઈન્ડ્રસ્ટ્રી ઝોન વિસ્તાર હોવાને કારણે પોલીસના મોટા કાફલા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેના કારણે લોકોના ટોળા અંદર પ્રવેશી શક્યા નહોતા અને  લોકોએ સિન્ટેક્ષ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા અને વિરોધ પ્રદશન કર્યા બાદ પોલીસની મધ્યસ્થી  ન્યાયની ખાત્રી આપવામાં આવી હતી. જેના કારણે હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે, વિવિધ દલિત સમાજની માંગો અંગે કંપનીએ વિરોધ પ્રદર્શન બાદ  હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે, પરંતુ જો ન્યાય નહીં મળે તો આ મામલો વધુ ઉગ્ર બનશે.

મામલો ઉગ્ર બને તે પહેલાં દલિત સમાજના આગેવાન સહિત પોલીસ અધિકારી અને સિન્ટેક્ષ કંપનીના અધિકારી વચ્ચે બેઠકમાં દલિત સમાજને ન્યાય આપવા માટેની ખાત્રી આપી છે, જમીન અન્ય વિસ્તારમાં આપવા માટેની ખાત્રી ઉપરાંત તેમનું વળતર આપવા માટેની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે, દલિત સમાજ આગેવાન વાઘજીભાઈ જોગદીયાના કહેવા પ્રમાણે હાલ ન્યાય માટેની ખાત્રી આપી છે. ડી.વાય.એસપી.એ જવાબદારી લીધી છે. હાલ સંપૂર્ણ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે ફરી બેઠક કરવામાં આવશે, ત્યારબાદ જો હજુ જમીન મામલે ન્યાય નહીં મળે તો ફરી ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

 વિથ ઇનપુટ: જયદેવ કાઠી, રાજુલા 

Next Article