મુંબઈના જાણીતા બિલ્ડર અભય લોઢાની અમરેલી CID દ્વારા ધરપકડ, જાણો ક્યા કારણે બિલ્ડર પર સકંજો કસાયો ?

|

Jul 03, 2022 | 10:21 AM

અભય લોઢાએ બેન્કના ચેરમેન સાથે મળી ફરિયાદિને લોભ અને લાલચ આપી દસ્તાવેજો મુકાવી ગુનો આચર્યો હતો. કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરતા અભય લોઢાની અમરેલી CID ક્રાઇમે(Crime)  ધડપકડ કરી છે.

મુંબઈના જાણીતા બિલ્ડર અભય લોઢાની અમરેલી CID દ્વારા ધરપકડ, જાણો ક્યા કારણે બિલ્ડર પર સકંજો કસાયો ?
Builder Abhay lodha (File Photo)

Follow us on

મુંબઈના(Mumbai)  જાણીતા બિલ્ડર્સ ગ્રૃપમાં સૌથી મોટુ નામ ધરાવતા અભય લોઢા વિરુદ્ધ CID ક્રાઇમમાં કરોડોની ફરિયાદ નોંધાઈ છે.માહિતી મુજબ અભય લોઢાએ ફરિયાદીની 40 કરોડની મિલકત ગિરવે મુકાવી 38 કરોડની ઉચાપત કરી હતી.બાદમાં લોનના પૈસા પરત માંગતા આરોપીએ ફરિયાદીના એકાઉન્ટમા માત્ર 6 કરોડ પરત કર્યા.જ્યારે ફરીયાદીએ લોન બાબતે તપાસ કરાવી તો જાણવા મળ્યુ કે, લોન મંજુર જ નથી થઈ.

આરોપીઓ ફરિયાદીના મિલકતના(Assets)  નામની અસુતી પ્રા.લિ.કંપનીમા પહેલા 50 કરોડની લોન મેળવેલી હતી.જે અકાઉન્ટ NPA થઈ ગયુ હતુ.મહત્વનુ છે કે, આરોપીએ બેન્કના ચેરમેન સાથે મળી ફરિયાદિને લોભ અને લાલચ આપી દસ્તાવેજો મુકાવી ગુનો આચર્યો હતો. કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરતા આરોપી અભય લોઢાની અમરેલી CID ક્રાઇમે(Crime)  ધડપકડ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પહેલા પણ અભય લોઢા વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી

આ પહેલા પણ 63 કરોડની છેતપિંડીના આરોપમાં સ્ટીલ એન્ડ પાવર પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ સુરેન્દ્ર ચંપાલાલ લોઢા, અભય નરેન્દ્ર લોઢા, અશ્વિન નરેન્દ્ર લોઢા વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. બેંક દ્વારા CBI ને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યુ હતુ કે આ છેતરપિંડી વર્ષ 2014 અને 2016 વચ્ચે કરવામાં આવી હતી.

Published On - 10:01 am, Sun, 3 July 22

Next Article